ગાવસ્કર બાદ IPL ટીમના માલિકે કરી માંગ – આ ખેલાડીને બનાવો ટેસ્ટ કેપ્ટન…

તાજેતરમાં ભારતને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં હાર મળી છે. કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ બીસીસીઆઈ એ વિચારોમાં ડૂબી ગયું છે કે કોને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે.

વર્ષ 2021 દરમિયાન ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી ગઇ છે. સપ્ટેમ્બર 2021માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા તેને વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવી લેવામાં આવ્યો હતો. નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે.

ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે ઘણા ખેલાડીઓ દાવેદાર ગણવામાં આવે છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે મોટા દાવેદાર માનવામાં આવે છે. સુનિલ ગાવસ્કરે તાજેતરમાં જણાવ્યું હતું કે આ ઘાતક ખેલાડીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવું જોઈએ.

સુનીલ ગાવસ્કર બાદ આઇપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલે પણ રિષભ પંતને આગામી ટેસ્ટ કેપ્ટન બનાવવાની માંગ કરી છે. પાર્થ જિંદાલે ટ્વિટ કરીને કહ્યું છે કે આગામી ટેસ્ટ કેપ્ટન માટે રિષભ પંતને તૈયાર કરવાનો શ્રેષ્ઠ વિચાર ટીમ મેનેજમેન્ટ પાસે છે. આગામી એક કે બે વર્ષ માટે રોહિત શર્મા અથવા રવિચંદ્રન અશ્વિને કેપ્ટનશિપ આપવી જોઈએ.

પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે રિષભ પંત તાજેતરમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવી જોઈએ. ખૂબ જ નાની ઉંમરમાં આ ખેલાડી ઘણી સફળતા મેળવી શકે છે. સુનિલ ગાવસ્કર અને દિલ્હી કેપિટલ્સના માલિક આ બંનેએ આ ખેલાડીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવા માટે માંગ કરી છે.

વિરાટ કોહલીએ 15 જાન્યુઆરી 2021થી ટેસ્ટ ટીમના કેપ્ટન પદ છોડી દીધું છે. વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડયા બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટ બરબાદ થઈ શકે છે. ભારતીય યુવા ખેલાડી રિષભ પંત આ જવાબદારી સારી રીતે સંભાળી શકે છે. નાની ઉમર હોવાને કારણે આ ખેલાડી લાંબા સમય સુધી કમાન સંભાળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *