હાર્દિક પંડ્યાને પડતો મૂકી આ 4 ખેલાડીઓને રીટેન કરશે મુંબઇ ઇન્ડિયન્સ…

આઇપીએલ 2021 માં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. આઇપીએલ 2021 માંથી બહાર થયા બાદ મુંબઇ ફ્રેન્ચાઇઝી આઇપીએલ 2022 ની તૈયારીમાં લાગી ગઇ છે. ટીમના માલિકોએ અને ટીમ મેનેજમેન્ટે હવે એ નક્કી કરવાનું છે કે કયા ખેલાડીઓને તે ટીમમાં જાળવી રાખવા માંગે છે.

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. તેને ધ્યાનમાં રાખીને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરીએ તો તેમાં સૌથી પહેલું નામ રોહિત શર્માનું આવે છે. ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને વિદેશી ખેલાડીમાં સૌથી પહેલું નામ કિરોન પોલાર્ડનું આવે છે. આ 3 ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ રીટેન કરશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કિરોન પોલાર્ડને ફ્રેન્ચાઇઝી જાળવી રાખવાના મૂડમાં છે. પરંતુ ચોથા સ્થાન માટે ત્રણ ખેલાડીઓ દાવેદાર છે જેમાં હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યા જેવો ફીનીશર આજની તારીખમાં ભારતમાં કોઇ નથી પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મને જોતા લાગી રહ્યું છે કે મુંબઇ ફ્રેન્ચાઇઝી હવે તેને રિટેન કરશે નહીં તેના સ્થાને ટીમ ઇશાન કિશન અથવા તો સૂર્ય કુમાર યાદવને રિટેન કરી શકે છે. તમને જણાવી દઈએ કે કોઈપણ ફ્રેન્ચાઇઝી માત્ર ચાર ખેલાડીઓને રીટેન કરી શકશે અને તેમાં પણ મહત્તમ ત્રણ ભારતીય ખેલાડીઓને રીટેન કરી શકશે જ્યારે મહત્તમ બે વિદેશી ખેલાડીઓને રીટેન કરી શકશે.

પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સે મેગા ઓક્શન પહેલા તે ખેલાડીઓની યાદી તૈયાર કરશે જે ખેલાડીઓને તે રિટેન કરવા માંગે છે. આ યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ આવશે નહીં કારણ કે તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે બોલિંગ પણ કરી રહ્યો નથી.

ચાર ખેલાડીઓની પસંદગી ની વાત કરીએ તો રોહિત શર્મા ટીમની પહેલી પસંદગી હશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ત્યારબાદ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમની બીજી પસંદગી હશે અને કિરોન પોલાર્ડ ટીમની ત્રીજી પસંદગી હશે. આ ત્રણેય ખેલાડીઓ ટીમના આધારસ્તંભ છે. પરંતુ ચોથા સ્થાન માટે ત્રણ ખેલાડીઓ દાવેદાર છે જેમાં હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *