દ્રવિડ બાદ આ દિગ્ગજ બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, ગાંગુલીએ આપ્યા સંકેત…
ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટ માંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. તેની સાથે રવિ શાસ્ત્રીએ પણ ભારતીય હેડ કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. કારણ કે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થઇ ગયો હતો. ત્યારબાદ ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે અને ભારતના નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે.
પહેલા તો રાહુલ દ્રવિડ હેડ કોચ તરીકેની જવાબદારી નિભાવવા ઇચ્છતા ન હતા. પરંતુ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કહેવા પર તે આ જવાબદારી લેવા પર માની ગયા હતા. રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત થયા તે પહેલા NCA ના ચીફ હતા. રાહુલ દ્રવિડને 2023 વન ડે વર્લ્ડકપ સુઘી ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે.
એક અનુભવી વ્યક્તિ પણ આ પદ માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યો છે. સૌરવ ગાંગુલીએ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે અન્ય એક દિગ્ગજ પણ છે કે જે ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાની જવાબદારી સંભાળવા ઇચ્છે છે. જો આ વાત સાચી હોય તો રાહુલ દ્રવિડ બાદ આ દિગ્ગજ ભારતીય ટીમના હેડ કોચ બની શકે છે.
બોરિયા મજુમદાર શોમાં વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના હેડ કોચ બનવા માંગતા હતા. પરંતુ તે શક્ય બન્યું નહીં. ભવિષ્યમાં વીવીએસ લક્ષ્મણ ચોક્કસપણે હેડ કોચ બની શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા પહેલા દ્રવિડ NCA ચીફ હતા અને હાલમાં તેના સ્થાને વીવીએસ લક્ષ્મણ છે. લક્ષ્મણ NCAમાં કામ કરવાને બદલે રાષ્ટ્રીય ટીમ સાથે જોડાઇને કામ કરવા ઇચ્છતા હતા.
રાહુલ દ્રવિડે ફરીથી NCA ના વડા તરીકેની જવાબદારી માટે માંગણી કરી હતી પરંતુ સૌરવ ગાંગુલી દ્વારા તેને હેડ કોચ બનવા માટે કહેવામાં આવ્યું હતું. રાહુલ દ્રવિડના કોચ બન્યા પછી ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું છે. દ્રવિડે પણ કોચિંગની શરૂઆત શાનદાર રીતે કરી છે.
હાલમાં રાહુલ દ્રવિડની ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા માટે પહોંચી ગઇ છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ સેન્ચુરિયન ખાતે થશે. ભારતીય ટીમનો ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે ટીમમાંથી બહાર થયો છે. આ ઉપરાંત ભારતીય ટીમનો ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ટીમમાંથી ઇજાના કારણે બહાર થયો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે.