રુતુરાજ ગાયકવાડ નહીં પરંતુ ધોની બાદ આ ઘાતક ખેલાડી બનશે CSKનો કેપ્ટન…

આઇપીએલ 2022માં આ વર્ષે મેગા ઓક્શન યોજાશે. આ વર્ષે લખનઉ અને અમદાવાદ એમ બંને ટીમો થઇને કુલ 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાને ઉતરશે. મેગા ઓક્શન પહેલા દરેક ટીમો દ્વારા પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓનું સિલેક્શન મેગા ઓક્શનમાં થશે. દરેક ટીમની અંદર નવા ખેલાડીઓની એન્ટ્રી થશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ અત્યારસુધીમાં ચાર ખિતાબો જીત્યા છે. કેપ્ટન તરીકે ધોનીએ જે ચમત્કાર કર્યા છે તે કોઇપણ કેપ્ટન અત્યાર સુધીમાં કરી શક્યો નથી. પરંતુ હવે મહેન્દ્રસિંહ ધોનીની ઉંમર વધતી જાય છે. આગામી સિઝનમાં ધોનીને આઇપીએલમાં રમવુ પણ મુશ્કેલ થઇ જશે. આવી સ્થિતિમાં ચેન્નઇ સુપર કિંગ્સને નવા કેપ્ટનની જરૂર પડશે.

ચેન્નઇ સુપરકિંગ્સે મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, રુતુરાજ ગાયકવાડ અને મોઇન અલી એમ ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. પહેલા એવી અટકળો લગાવવામાં આવતી હતી કે મહેન્દ્ર સિંહ ધોની બાદ ડુ પ્લેસિસને સીએસકેનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને ત્યારબાદ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે યુવા ખેલાડી રુતુરાજ ગાયકવાડને સીએસકેનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

પરંતુ CSK ધોની કરતા પણ વધારે રૂપિયામાં રવિન્દ્ર જાડેજાને ખરીદવામાં આવ્યો છે. તેથી એ સ્પષ્ટ છે કે ધોની બાદ રવિન્દ્ર જાડેજા CSKનો કેપ્ટન બની શકે છે અને તે ધોનીનો ફેવરિટ ખેલાડી પણ છે. રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી ટીમ સાથે જોડાયેલો છે. તેણે ભલે અત્યાર સુધીમાં એક પણ મેચમાં કેપ્ટનશીપ ન કરી હોય પરંતુ તેની પાસે આઇપીએલનો લાંબો અનુભવ છે.

એવું માનવામાં આવતું હતું કે મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈના કેપ્ટન બનશે. પરંતુ સીએસકે દ્વારા તેને રીટેન કરવામાં આવ્યો નહીં. સુરેશ રૈના છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય ન કહી શકાય. ઘણા સમયથી તેને ટીમ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું નથી. આઇપીએલમાં તે સારી બેટિંગ કરતો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે સતત નિષ્ફળ રહ્યો છે.

ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલમાં 9 વખત ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. આ ઉપરાંત ચાર વખત ટ્રોફી પણ જીતી ચૂક્યું છે. ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલમાં સૌથી મજબૂત ટીમ ગણાય છે. ટીમના તમામ ખેલાડીઓના સતત સારા પ્રદર્શનના કારણે CSK સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. એમ જોઇએ તો મુંબઇ ઇન્ડિયન્સ 5 વખત કપ જીત્યું છે પરંતુ છેલ્લી લીગમાં તે પ્લે ઓફમાં પણ પહોંચી શક્યું નહોતું.

રવિન્દ્ર જાડેજા પહેલેથી જ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમનારો ખેલાડી છે. ચેન્નઇ સુપરકિંગ્સના આગામી કેપ્ટન તરીકે જાડેજાનું નામ સામે આવી શકે છે. મેગા ઓકશનની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. તેમાં જોવાનું રહેશે છે કે CSK માં કેટલા ખેલાડીઓની વાપસી થશે. ઘરેલુ મેચમાંથી ઘણા યુવા ખેલાડીઓની પસંદગી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *