કંગાળ પ્રદર્શન બાદ આ યુવા ખેલાડી ટુંક સમયમાં કાપશે વિરાટ કોહલીનું પત્તું…
છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતીય ટીમમાં ઘણી ફેરબદલી થઇ છે. ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ ટૂંકા ફોર્મેટમાં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલી અને બીસીસીઆઇ વચ્ચે કેપ્ટનશીપને લઇને મોટો વાદ વિવાદ ચાલી રહ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલીનું ફોર્મ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની રહ્યો છે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તે ત્રણેય મેચમાં માત્ર 26 રન બનાવી શક્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં તેણે માત્ર 17 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલીનું બેટ ઘણું શાંત રહ્યું છે. તે રન બનાવવામાં સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી તેણે એક પણ સદી ફટકારી નથી. આવા કારણોસર ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલીના સ્થાને આગામી મેચોમાં આ ખેલાડીને તક આપી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. શ્રેયસ ઐયર વિરાટ કોહલીના સ્થાને નંબર ત્રણ પર ઉતરીને ભારતીય ટીમની મિડલ ઓર્ડરની તમામ જવાબદારી સફળતા પૂર્વક સંભાળી શકે છે. આ ઉપરાંત શ્રેયસ ઐયર લાંબી ઇનિંગ્સ રમી શકે છે અને ખુબ જ રન બનાવી શકે છે.
વિરાટ કોહલી હાલમાં એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી. જો તે આવા ફોર્મમાં રહ્યો તો તેનું પત્તું ટીમ ઇન્ડિયામાંથી કપાઇ શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મેનેજમેન્ટ ટીમ શ્રેયસ ઐયરને વન-ડે અને ટી-20 ફોર્મેટમાં નંબર ત્રણ પર બેટીંગ કરવાની તક આપી શકે છે. આ ખેલાડી કોઇપણ નંબર પર સારું પ્રદર્શન કરી શકે છે.
શ્રેયસ ઐયરે આઇપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી છે. હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા તેને 12.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે અને તેને કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી છે. આ ખેલાડીને ભારતીય ટીમનું ભવિષ્ય માનવામાં આવે છે અને તે આગામી સમયમાં ભારતીય ટીમનો પણ કેપ્ટન બની શકે છે.