લાંબા સમય બાદ આ બે દિગ્ગજો ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય જીત હાંસલ કરી છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આફ્રિકા પ્રવાસ પહેલા જ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર થયા છે. આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ઘણા જૂના ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. ઘણા લાંબા સમય બાદ આ બે દિગ્ગજ ખેલાડીઓ ફરીથી ભારતીય ટીમમાં પ્રવેશ કરશે. આ બંને ખેલાડીઓ ભૂતકાળમાં ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વના સાબિત થયા હતા. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેની છેલ્લી વનડે મેચ જૂન 2017માં રમી હતી. ત્યાર પછી અશ્વિનને વનડે સિરીઝમાં તક મળી નથી. રવિચંદ્રન અશ્વિને ટી 20 વર્લ્ડકપ 2021માં પુનરાગમન કર્યું હતું. જ્યાં તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલું ટી 20 મેચમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ વાત કરીએ શિખર ધવનની તો આ વર્ષે જુલાઇમાં યોજાયેલ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન વનડે અને ટી20 સિરીઝમાં કેપ્ટનશીપ કરી હતી. આ ઉપરાંત વર્ષ 2021માં ધવને વનડે ઇન્ટરનેશનલમાં 297 રન બનાવ્યા છે. આઇપીએલ 2021માં પણ તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં તક મળતી નહોતી.

સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રવિચંદ્રન અશ્વિન અને શિખર ધવનને ઘણાં લાંબા સમય પછી ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળશે. બંને ખેલાડીઓ ઉપરાંત શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *