7 વર્ષ બાદ હરાજીમાં ઉતરશે આ દિગ્ગજ ભારતીય ખેલાડી, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…
આઇપીએલની 15મી સીઝનની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો આ સ્પર્ધામાં રમતી જોવા મળશે. આ વર્ષે 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓને હરાજી માટે છોડવામાં આવ્યા છે.
આઇપીએલ વિશ્વની સૌથી વધુ જોવાયેલ લીગ છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જ આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની વિવો પાસેથી છીનવીને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી દર વર્ષે ઘણા ખેલાડીઓ આઇપીએલમાં પ્રવેશ કરીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવતા હોય છે. આ વર્ષે હરાજીમાં ઘણા ખેલાડીઓને ખરીદવામાં આવશે.
આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતાં હોય છે. આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે સાત વર્ષ બાદ હરાજીમાં જોવા મળશે. આ ખેલાડી પોતાની મહેનતથી આઇપીએલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન બનાવ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો શ્રેયસ ઐયર સાત વર્ષ બાદ હરાજીમાં જોવા મળશે. આઇપીએલ 2020 માં શ્રેયસ ઐયરે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. આઇપીએલ 2021ના પ્રથમ તબક્કામાં તે ઇજાગ્રસ્ત થયો હોવાથી તેના સ્થાને રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં તેની વાપસી થઇ છતાં પણ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો નહીં.
દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐયરને આ વર્ષે જાળવી રાખ્યો નથી. એવી અટકળો લગાવવામાં આવતી હતી કે ઐયર લખનઉ સાથે જોડાઇને કેપ્ટન બની શકે છે. પરંતુ લખનઉ ટીમે તાજેતરમાં જાહેરાત કરેલા ખેલાડીઓની યાદીમાં શ્રેયસ ઐયરનું નામ સામે આવ્યું નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયર હરાજીમાં જોવા મળશે. આ ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.
સાત વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આ ખેલાડી હરાજીમાં જોવા મળશે. તમામ ટીમો આ ખેલાડીઓને ખરીદવા પ્રયત્ન કરશે. તાજેતરમાં આ ખેલાડી દુનિયાનો સર્વ શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેન ગણાય છે. આ ખેલાડીને ભારતીય ટીમનું ભવિષ્ય ગણવામાં આવે છે. ભવિષ્યમાં તે ભારતીય ટીમનો કેપ્ટન બનવાની ક્ષમતા ધરાવે છે.