5 વર્ષ બાદ આ ઘાતક ખેલાડીની થઇ ટીમ ઇન્ડિયામાં વાપસી, પ્રથમ મેચમાં જ બન્યો રોહિતનું સૌથી મોટું હથિયાર…

તાજેતરમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમે પ્રથમ વન-ડે મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ ચાલી રહી છે. રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યા પછી ટીમ ઇન્ડિયાની વન-ડે ફોર્મેટમાં આ પહેલી જીત છે. સાઉથ આફ્રિકા સામે મળેલી હાર બાદ ભારતીય ટીમ આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ ઉપરાંત ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ઘણા સમયથી બહાર રહ્યો છે. ભારતીય દિગ્ગજ ખેલાડીઓ બહાર હોવાને કારણે ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ 5 વર્ષ બાદ આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઘાતક ખેલાડી બેટિંગ, બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ નિષ્ણાંત છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી વોશિંગ્ટન સુંદર છે. વોશિંગ્ટન સુંદર છેલ્લા ઘણા સમયથી આંગળીના ભાગે થયેલી ઇજાને કારણે ક્રિકેટથી દૂર રહ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં પણ તે સ્થાન મેળવી શક્યો નહીં. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.

વોશિંગ્ટન સુંદરે મેચ પછીની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મારી સામે ઘણા પડકારો હતા. પરંતુ હું એક ક્રિકેટર તરીકે મારી જાતને સુધારવા માંગતો હતો. હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. છેલ્લા બે વર્ષમાં જે કંઇ થયું છે તેનો સામનો કરવા માટેનો માર્ગ શોધી રહ્યો છું. ઇજાને કારણે ઘણા લાંબા સમય પછી મને તક મળી છે આ તક મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રોહિત શર્માએ કેપ્ટન બનતાની સાથે જ પાંચ વર્ષ બાદ વોશિંગ્ટન સુંદરને પ્રથમ વન-ડે મેચમાં તક આપી હતી. સુંદરને પાંચ વર્ષ બાદ ટીમમાં જગ્યા મળી છે. આ ખેલાડીની ઉંમર ઘણી નાની હોવાને કારણે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાને ફાયદો થઇ શકે તેમ છે. આ સિરીઝમાં સારું પ્રદર્શન કરીને ટીમમાં કાયમી જગ્યા બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *