રોહિતની ચિંતામાં વધારો, વિરાટ કોહલી બહાર થયા બાદ આ ભારતીય ઘાતક બેટ્સમેન થયો ઇજાગ્રસ્ત…

રોહિતની આગેવાની હેઠળ ભારતીય ટીમ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝની પ્રથમ મેચનું આયોજન હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. હાલમાં તમામ ખેલાડીઓ આ ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ ઉપરાંત હાલમાં એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના અંગત કારણોસર પ્રથમ બંને મેચોમાં રમવાનો નથી. રોહિત માટે આ ઝટકો ગણી શકાય છે. એક તરફ રોહિત ટીમને મજબૂત બનાવી રહ્યો હતો તો બીજી તરફ આવી અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. તાજેતરમાં પણ આવો જ ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી અચાનક જ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનો આ સ્ટાર બેટ્સમેન આજે પ્રેક્ટિસ દરમિયાન મેદાન પર લથડતો જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક બહાર લઈ જવામાં આવ્યો અને સ્કેનિંગ કરવામાં આવ્યું છે. આ એક મોટો ઝટકો ગણી શકાય છે. જો તે બહાર જશે તો બેટિંગ લાઇન ઘણી નબળી જોવા મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સુપર સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં જ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. તેને મેડિકલ ટીમ દ્વારા બહાર લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તે આરામ કરી રહ્યો છે. મેચના થોડા કલાકો પહેલા ફરી એક વખત તેના રિપોર્ટ અને ઇજા અંગે જાણકારી મેળવવામાં આવશે. ત્યારબાદ તે રમશે કે નહીં તે જાણવા મળશે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

કોહલી ન હોવાથી ટીમની મજબૂતાઈ પહેલેથી નબળી હતી અને હવે શ્રેયસ બહાર થશે તો ઘણું નુકસાન થઈ શકે છે. ભારતીય ટીમ હાલમાં ઘણી મુસીબતમાં આવી હોય તેવું કહી શકાય છે. પ્રથમ મેચમાં કોહલી ન હોવાથી શ્રેયસનું રમવું ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં તે જલ્દી સ્વસ્થ થાય તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *