રોહિત-કોહલીની ચિંતામાં વધારો, બેન સ્ટોક્સે ટીમ ઇન્ડિયાને હરાવવા રાતોરાત 665 વિકેટ લેનાર આ ખેલાડીને બોલાવ્યો ભારત…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે જબરદસ્ત જીત મેળવી છે અને ઇંગ્લેન્ડની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડને પ્રથમ મેચમાં જીત મેળવી પરંતુ બીજી મેચમાં હાર મળી છે. હવે ત્રીજી મેચ શરૂ થવાની છે. આ પહેલા બેન સ્ટોક્સ દ્વારા એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચોમાં આપણે જોયું હતું કે ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેનો ઘાતક પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા પરંતુ બોલિંગ લાઈનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. જેના કારણે ભારતીય ટીમ ભારી પડી રહી હતી. હવે ત્રીજી મેચ જીતવા માટે બંને ટીમો અત્યારથી જ પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. બીજી તરફ બેન સ્ટોક્સે તાત્કાલિક 665 વિકેટ લેનાર આ ખેલાડીને ભારત બોલાવ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો આ ઘાતક બોલર એન્ટ્રી કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં જ ટીમ સાથે જોડાશે. ભારતને હરાવવા માટે તેને તાત્કાલિક બોલાવવામાં આવ્યો છે. તે અત્યાર સુધી રોહિત અને રાહુલ જેવા ઘણા ખેલાડીઓની વિકેટ લઈ ચૂક્યો છે. આ એક મહત્વનું અપડેટ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ ફરી એક વખત એન્ટ્રી કરી રહ્યો છે. ઈજાને કારણે તે પ્રથમ બંને મેચમાં જોવા મળ્યો નહોતો. તે ભારત આવી પહોંચ્યો હતો પરંતુ ઇજાને કારણે ફરી એક વખત ઇંગ્લેન્ડ ગયો હતો. હાલમાં તે રમવા માટે સ્વસ્થ થયો છે. જેથી બેન સ્ટોક્સ દ્વારા તેને તાત્કાલિક બોલાવવામાં આવ્યો છે. અત્યાર સુધી તે 665 વિકેટો લઈ ચૂક્યો છે અને ઘણા રેકોર્ડ બનાવી ચૂક્યો છે.

માર્ક વુડના આવવાના કારણે ભારતીય ટીમમાં ઘણી હચમચાટ જોવા મળી છે. તે કોઈપણ ક્ષણે વિકેટ લેવા માટે જાણીતો છે. બીજી તરફ રાજકોટની પીચ કોઈપણ સમયે ચેન્જ થઈ શકે છે. આગામી ત્રીજી, ચોથી અને પાંચમી મેચ દરેક યુવા ખેલાડીઓ માટે અગત્યની સાબિત થશે. અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *