રવિ શાસ્ત્રીના મતે ગુજરાત નહીં પરંતુ આ ટીમ સૌથી પહેલા બનાવશે પ્લેઓફમાં સ્થાન…

હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન ચાલી રહી છે. આ લીગમાં દુનિયાભરના ઘણા ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. આ ઉપરાંત ટોટલ 10 ટીમો વચ્ચે ટાઇટલ માટે જંગ શરૂ થઇ છે. હરાજી બાદ દરેક ટીમમાં મજબુત ખેલાડીઓ હોવાને કારણે દરેક મેચમાં કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ જ રોમાંચક સ્થિતિ જોવા મળી રહી છે.

પોઇન્ટ ટેબલની વાત કરીએ તો હાલમાં ગુજરાત ટાઇટન્સ 8 પોઇન્ટે પ્રથમ ક્રમે છે. અત્યાર સુધી સફળ રહેલી ચેન્નાઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ હાલમાં સૌથી છેલ્લા બે ક્રમ પર છે. ઘણા યુવા ખેલાડીઓ આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મેળવવાનો દાવો કરી રહ્યા છે. આ ઉપરાંત કઇ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે તે અંગે ઘણા દિગ્ગજ ખેલાડીઓ નિવેદન આપી ચૂક્યા છે.

તાજેતરમાં ટીમ ઇન્ડિયાનો પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ મોટી ભવિષ્યવાણી કરી છે અને જણાવ્યું છે કે આ વર્ષે આ ટીમ પ્લેઓફમાં પ્રથમ જગ્યા બનાવશે. હાલમાં તમામ ટીમો મેચ જીતવા માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે જોવા મળી રહી છે અને શરૂઆતથી જ દબદબો બનાવી રહી છે. તો ચાલો જાણીએ કઇ ટીમ પ્રથમ પ્લેઓફમાં પહોંચી શકે છે.

ભારતીય પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દરેક મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આ ટીમ આઇપીએલ 2022માં પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે સક્ષમ છે. આ સિઝનમાં તેણે પાંચમાંથી ત્રણ મેચો જીતી છે. આ ઉપરાંત ફાફ ડુ પ્લેસીસના નેતૃત્વમાં ટીમ વધુ સારી સ્થિતિમાં મેચો રમી રહી છે.

રવિ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું છે કે મને ખાતરી છે કે આ સીઝનમાં એક નવી ટીમ ચેમ્પિયન તરીકે જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઇપીએલ 2022માં એક મહત્ત્વનો રોલ ભજવી રહી છે અને તેઓ પ્લેઓફમાં જગ્યા બનાવશે તે પણ નિશ્ચિત છે. જેમ ટુર્નામેન્ટ આગળ વધે છે તેમ તેમ તેની ટીમ ઘણી મજબૂત બનતી જાય છે. આ ટીમમાં વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

શાસ્ત્રીએ કહ્યું કે વિરાટ કોહલી પણ સારો દેખાવ કરી રહ્યો છે. ગ્લેન મેક્સવેલ ટીમ સાથે પરત ફર્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે આ ખેલાડી બેટિંગમાં જબરદસ્ત રન બનાવી શકે છે. ગુજરાતની વાત કરીએ તો આ ટીમની બેટિંગ લાઇનમાં ખૂબ જ નબળાઇ દેખાઇ રહી છે. હાલમાં આ ટીમ બાબતે કંઇ કહી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *