કપિલદેવના મતે આ ભારતીય ખેલાડી બનશે ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’

ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં જ ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. આ બંને ટીમો આઇસીસી ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે. આખી દુનિયાની નજર આ મેચ પર રહેશે. આ વર્ષે ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયા પાસે ઘાતક ખેલાડીઓ પણ છે.

ટી-20 વર્લ્ડકપમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ પાસેથી ટીમ ઇન્ડિયાને ખૂબ જ આશા છે. ટીમ ઇન્ડિયાની દરેક મેચમાં જસપ્રીત બુમરાહને સ્થાન મળશે. તેની ખતરનાક બોલિંગના કારણે સારા બેટ્સમેન પણ ચક્કર ખાઇ જાય છે. બુમરાહ આ વર્ષે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ વર્લ્ડકપ જીતવાનો પ્રબળ દાવેદાર છે.

ભારતને વર્લ્ડકપ જીતાડનાર કપિલ દેવે જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામેની મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે, મારા મત મુજબ તે ખેલાડી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બની શકે છે. સૌથી ઝડપી બોલર બુમરાહ આ મેચમાં અનોખો રેકોર્ડ નોંધી શકે છે.

ભારતીય ટીમે સોમવારે ઇંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં સાત વિકેટે હરાવીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બીજા બોલરો રન આપી રહ્યા હતા પરંતુ જસપ્રીત બુમરાહ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. બુમરાહે પોતાના દમ પર બેટ્સમેનોને રોક્યા હતા.

ઇંગ્લેન્ડ સામેની મેચમાં બુમરાહે 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ પીચ બેટ્સમેનની હોવા છતાં પણ બુમરાહે જબરદસ્ત બોલિંગ કરી હતી. બુમરાહને આખી દુનિયા યોર્કર કિંગના નામે ઓળખે છે. દુનિયાભરના ફાસ્ટ બોલરમાં બુમરાહનું નામ સૌથી આગળ છે.

બુમરાહની બોલિંગ ડેથ ઓવરોમાં ઘાતક બની જાય છે. કપિલ દેવના મતે આ ખેલાડી દુનિયાનો સર્વશ્રેષ્ઠ બોલર છે. ટી-20 ક્રિકેટમાં બુમરાહ દુનિયાનો સૌથી વધારે લોકપ્રિય બોલર છે. બેટ્સમેનની સામે બુમરાહ છેલ્લી ઓવરોમાં ખૂબ જ સારું પ્રદર્શન આપતો એકમાત્ર બોલર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *