હાફિઝના મતે જો આ બે ભારતીય ખેલાડી ન ચાલ્યા તો પાકિસ્તાન સામેની મેચમાં ફરી મળશે હાર…

આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ના કાર્યક્રમની જાહેરાત થઇ ગઇ છે. આ ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબર થી 13 નવેમ્બર વચ્ચે રમાશે. આ વર્લ્ડકપમાં ફરી એક વખત બધા લોકોની નજર મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 23 ઓક્ટોબરના રોજ થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર હશે.

ટી-20 વર્લ્ડકપ 2021માં બંને ટીમો જ્યારે ટકરાઇ હતી ત્યારે પાકિસ્તાને ઇતિહાસ બદલતા ભારતીય ટીમને દસ વિકેટે શરમજનક હાર આપી હતી. હવે ફરી એક વખત આ બંને ટીમો ટી-20 વર્લ્ડકપ 2022માં આમને-સામને થવા જઇ રહી છે. જેને લઇને અત્યારથી જ નિવેદનોના દોરની શરૂઆત થઇ ગઇ છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફિઝે આ મેચને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમ ટી-20 અને વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનથી ક્યારે હારી નહોતી. પરંતુ પાકિસ્તાનની ટીમે ગયા વર્ષે યુએઇમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને એક તરફી મેચમાં હાર આપીને ઇતિહાસ બદલી દીધો હતો.

વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને આ પ્રથમ વખત હરાવ્યું હતું આ પહેલા પાકિસ્તાનની ટીમ ક્યારે પણ ભારતીય ટીમને વર્લ્ડ કપમાં હરાવી શકી ન હતી. મોહમ્મદ હફિઝે કહ્યું કે આ વર્ષે થનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં માત્ર બે ખેલાડી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી હાઇવોલ્ટેજ મેચનો દબાણ ઝીલવાનો દમ રાખે છે.

હાફિઝે કહ્યું કે આ બે ખેલાડીઓ બીજું કોઇ નહીં પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. આ બંને ખેલાડીઓ રન બનાવતા નથી તો બાકીના ભારતીય ખેલાડી આ મેચ દબાવ ઝીલી નહીં શકે. મોહમ્મદ હફીઝ પાકિસ્તાનની એ ટીમનો હિસ્સો હતો જેણે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને હરાવી હતી. પાકિસ્તાનને બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ આ કામ કરી બતાવ્યું હતું.

અંતે હાફિઝે કહ્યું કે મારી હંમેશાથી ઇચ્છા હતી કે હું એ ટીમનો હિસ્સો બનું જે ભારતીય ટીમને વર્લ્ડ કપમાં હરાવે. મને આ વાત પર ગર્વ છે કે એમ થયું અને હું તેનો હિસ્સો બન્યો. મોહમ્મદ હફિઝે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ, 218 વન-ડે અને 119 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે ક્રમશઃ 3652, 6614 અને 2514 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *