ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપડાના મતે આફ્રિકા પ્રવાસે આ બે ઘાતક ખેલાડીઓને નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને સિરીઝ પર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ ત્યારબાદ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ભારતની સાઉથ આફ્રિકા સામેની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાના મધ્ય આફ્રિકા પ્રવાસ માટે ટીમની પસંદગી કરી છે.
આકાશ ચોપડાએ તેના મત અનુસાર સાઉથ આફ્રિકા સામે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. તેણે ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખ્યા છે અને યુવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. આકાશ ચોપડાએ જણાવ્યું હતું કે ઓપનિંગ જોડી માટે મેં રોહિત શર્મા અને કેએલ રાહુલની પસંદગી કરી છે. આ બંને ખેલાડીઓની જોડીએ ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું. આકાશ ચોપડાએ ઓપનિંગ ખેલાડી શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખ્યો છે.
આકાશ ચોપડાએ કહ્યું કે મને પુજારા પર ભરોસો છે હું તેને નંબર 3 પર ઉતારીશ. તેના ભવિષ્યને લઇને તેના પર થોડું દબાણ છે. તેણે પહેલા સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી અને આ સીરીઝમાં પણ તેની રાહ રહેશે. કોહલી નંબર 4 પર રહેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આ રીતે તેણે પૂજારા અને કોહલીને નંબર ત્રણ અને ચાર પર સેટ કર્યા છે.
આકાશ ચોપરા કહ્યું કે નંબર પાંચ પર હું શ્રેયસ ઐયર ને રાખીશ. ડેબ્યું મેચમાં શ્રેયસ ઐયરે જે પ્રદર્શન દેખાડ્યું છે તે ક્યારેય ભૂલી શકાય નહીં. એનો મતલબ એવો થયો કે મારી ટીમમાં અજિંક્ય રહાણે નહીં હોય. રિષભ પંતને હું 6 નંબર પર રાખીશ એટલે કે પાંચ બેટ્સમેન અને એક વિકેટ કીપર. કેપ્ટનના વિચારોને હું બદલીશ નહીં કેમકે ટીમમાં પાંચ બોલરો હોવા જોઇએ.
આકાશે કહ્યું કે રવિન્દ્ર જાડેજાને હું નંબર 7 પર રાખીશ કેમકે જાડેજા બેટિંગ અને બોલિંગ એમ બંનેમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ ખેલાડી છે. આ ઉપરાંત નંબર 8 પર અશ્વિનને સ્થાન આપીશ. અશ્વિન પણ એક સારો સ્પીનર છે અને જાડેજા અને અશ્વિનની જોડી જાણીતી છે. આકાશ ચોપડાએ કહ્યું કે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને સિરાજ એમ ત્રણ ફાસ્ટ બોલરને ટીમમાં સ્થાન આપીશ.
આકાશ ચોપડાના મત અનુસાર સાઉથ આફ્રિકાના પ્રવાસ પર અજિંક્ય રહાણે અને શુભમન ગિલને સ્થાન મળશે નહીં. આ ઉપરાંત રિઝર્વ ખેલાડીઓમાં મયંક અગ્રવાલ, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદ ને સ્થાન આપવામાં આવશે. સાઉથ આફ્રિકા સામે ભારતની સિરીઝ 26 ડિસેમ્બરના રોજ શરૂ થવાની છે. તેના પૂર્વ ભાગરૂપે દરેક ખેલાડીઓ નિવેદન આપી રહ્યા છે.