બ્રેડ હોગના મતે ચાલુ IPL બાદ CSKનો આ ખૂંખાર ખેલાડી લેશે નિવૃત્તિ…

આઇપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત ધમાકેદાર થઈ છે. તમને જણાવી દઈએ કે, દરેક ટીમોનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળી રહ્યું છે. પોઇન્ટ્સ ટેબલની વાત કરીએ તો, હાલ સીએસકે 16 પોઇન્ટ સાથે ટોપ પર છે. તમને જણાવી દઈએ કે, સીએસકે આઈપીએલ 2021ના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આઈપીએલ 2021ના બીજા તબક્કામાં તેણે એક પણ મેચ હારી નથી. ત્રણ માંથી ત્રણ મેચ જીતીને તેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન ફાઇનલ કરી લીધું છે. આઇપીએલ 2020માં સીએસકેનું પ્રદર્શન સાધારણ જોવા મળ્યું હતું. પરંતુ આઈપીએલ 2021માં સીએસકેના ધુરંધરોએ જોરદાર કમબેક કર્યું છે.

તેવામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર બ્રેડ હોગનું માનવું છે કે, સીએસકેના કેપ્ટન એમ.એસ.ધોનીની આ છેલ્લી આઈપીએલ સીઝન રહેશે. આ સીઝન પછી તે આઈપીએલ માંથી પણ નિવૃત થઇ જશે. ધોની છેલ્લા બે વર્ષથી સીએસકેની સારી એવી કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ તેની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી નથી.

આઇપીએલ 2021 પછી મેગા ઓક્શન થશે. જ્યાં ધોની પોતાને રિટેન ન કરીને કોઇ યુવા ખેલાડીને ટીમમાં રાખવા માગશે. આ સંદર્ભમાં બ્રેડ હોગે કહ્યું કે, મને લાગે છે કે ધોની આઈપીએલ 2021 પછી નિવૃત્તિ લઇ લેશે. કારણ કે, પાછલી મેચમાં જે રીતે વરુણ ચક્રવર્તીના બોલ પર તે આઉટ થયા તેના પરથી મને લાગે છે કે તે ચાલુ આઈપીએલ બાદ નિવૃત્તિ જાહેર કરશે.

બ્રેડ હોગે કહ્યું કે, ધોની 40 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમની સાથે ટી 20 વર્લ્ડ કપમાં મેન્ટરની ભૂમિકા ભજવશે. મને લાગે છે કે તે ચેન્નાઈની ટીમ માટે પણ કોઇપણ પ્રકારની ભૂમિકા કે હેડ કોચ પણ બની શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, ધોની કદાચ ટીમ મેનેજમેન્ટની ભૂમિકા અને સ્ટીફન ફ્લેમિંગની સાથે બેસીને યુવાઓને વિકસિત કરવામાં મદદ કરી શકે છે.

આઇપીએલ 2021 બાદ જો ધોની નિવૃત્તિ જાહેર કરશે તો સીએસકે ના કેપ્ટન તરીકે સુરેશ રૈના અથવા તો રવિન્દ્ર જાડેજાને જોઈ શકાય છે. આ ઉપરાંત પણ ટીમ મેનેજમેન્ટ પાસે ઘણા બધા વિકલ્પો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *