પતંગની સાથે પતંગ ચગાવનાર યુવક પણ હવામાં લટક્યો… – જુઓ વિડિયો

ભારતીય તહેવારો અનુસાર શિયાળાની ઋતુમાં દિવાળી પછી ઉતરાયણનો તહેવાર આવે છે. ભારતમાં ઉતરાયણનો તહેવાર 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી જોવા મળે છે. નાના બાળકો અને યુવાનો માંજેલી દોરી અને પતંગ સાથે ધાબા પર જોવા મળે છે. ઉત્તરાયણના તહેવારની ઉજવણી એક મહિના પહેલેથી જ શરૂ કરી દેવામાં આવે છે.

ઉતરાયણ પહેલા જ બાળકો પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે. બાળકોનો પ્રિય તહેવાર ઉતરાયણ ગણાય છે. ભારતના દરેક ગામડામાં અને સિટીમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવક પતંગની સાથે જ ઉડતો જોવા મળ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

દરેક યુવકને એટલી સમજણ હોવી જરૂરી છે કે પતંગ ચગાવવા કરતા પણ તેની જાનનું જોખમ વધારે હોય છે. દર વર્ષે આવા વીડિયો સામે આવતા હોય છે. થોડીક બેદરકારીને કારણે જીવનું જોખમ વધી જાય છે. આ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાય છે કે યુવક પતંગની સાથે હવામાં ઉડી રહ્યું છે અને આજુબાજુના લોકો બૂમાબૂમ કરી રહ્યા છે.

પતંગની સાથે યુવકને ઉડતો જોઇને લોકોનું ટોળું એકત્ર થયું હતું. લોકોએ તેને બચાવવા માટે પ્રયત્નો કર્યા. પતંગની દોરી થોડી નીચે આવતા યુવકે નીચે ઝંપલાવ્યું. યુવક નીચે પડતા લોકો તેની નજીક દોડી આવ્યા. આ સમગ્ર વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. પતંગ ચગાવતી વખતે દરેક લોકોએ સાવચેતી રાખવી જોઇએ.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *