રાજનીતિનો શિકાર બન્યો આ વિસ્ફોટક ખેલાડી, ટી-20 બાદ વન-ડે ટીમમાં પણ ન મળ્યું સ્થાન…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમતી જોવા મળી હતી. જેમાં ભારતીય ટીમે જબરદસ્ત વિજય મેળવ્યો છે. જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ રમવા માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઇ છે અને બીજી તરફ યુવા ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમતી જોવા મળી છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી રમાવાની છે. સિનિયર ખેલાડીઓ ન હોવાના કારણે બીસીસીઆઈ દ્વારા ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા યુવા ખેલાડીઓ આ સિરીઝમાં રમતા જોવા મળશે પરંતુ આ સ્ટાર ખેલાડીને ફરી એક વખત અવગણવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં સ્થાન ન મળવાના કારણે આ ખેલાડી ખૂબ જ નિરાશ જોવા મળ્યો છે. તે ફરી એક વખત રાજનીતિનો શિકાર બન્યો છે. ટી-20 ફોર્મેટ બાદ હવે વન-ડેમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી. ચાહકો પણ ખૂબ જ નારાજ જોવા મળ્યા છે. તો ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બોલર ઉમરાન મલિક ફરી એક વખત ટીમમાં જોવા મળ્યો નથી. ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં તેણે ડેબ્યૂ કર્યું છે પરંતુ હજુ સુધી વન-ડેમાં ડેબ્યૂ કરી શક્યો નથી. આ સિરીઝમાં તેને સ્થાન મળવું જરૂરી હતું. તે સતત 150થી વધારે ગતિની ઝડપે બોલિંગ કરી શકે છે. આ ઉપરાંત તેની પાસે બોલિંગમાં ઘણી વિવિધતા પણ છે.

તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ઉમરાન મલિકને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ માટે લઈ જવાનો છે. જેથી તેને વન-ડે સિરીઝમાં સ્થાન આપવું જરૂરી હતું પરંતુ તેને સ્થાન મળ્યું નથી. ઉમરાન મલિક ફરી એક વખત રાજનીતિનો મોટો શિકાર થયો છે. જેના કારણે ચાહકોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે. આઇપીએલ 2022માં તેની રમતને જોઈને દરેક દિગ્ગજ પ્રશંસા કરી રહ્યા હતા પરંતુ હાલમાં તે બહાર જોવા મળ્યો છે.

ભારતીય મેનેજમેન્ટ ટીમ દ્વારા ઉમરાન મલિકને સામેલ ન કરીને ફરી એકવાર ભૂલ કરી છે. તેને અત્યારથી તકો આપવામાં આવશે તો આવનારા વન-ડે વર્લ્ડ કપ પહેલા તે સંપૂર્ણપણે સેટ થઈ શકે છે. જેનો ભારતીય ટીમને મોટો ફાયદો મળી શકે તેમ છે. હવે આગામી સમયમાં બીસીસીઆઈ દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *