મેગા ઓક્શનમાં એજાઝ પટેલને ખરીદવા માટે આ ત્રણ ટીમો વચ્ચે જામશે ખરાખરીનો ખેલ…

આ વર્ષે આઇપીએલ પહેલા મેગા ઓક્શન યોજાશે. મેગા ઓક્શનમાં તમામ ટીમ દ્વારા ખેલાડીઓને ખરીદવામાં આવશે. મેગા ઓક્શન પહેલાં જ તમામ ટીમોએ રીટેન કરેલા ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. આ ઉપરાંત આ વર્ષે અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. આ સાથે જ ટોટલ 10 ટીમો આઇપીએલ રમવા માટે મેદાનમાં ઉતરશે.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં એજાઝ પટેલે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. આવા ઘાતક પ્રદર્શનના કારણે દરેક ટીમો તેને મેગા ઓક્શનમાં ખરીદવાનો પ્રયત્ન કરશે. આ પહેલા એક સાથે દસ વિકેટ લેનારા ખેલાડીઓમાં અનિલ કુંબલે અને જીમ લેકરનું નામ આવે છે. એજાઝ પટેલ આવું કરનાર વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. આઇપીએલના મેગા ઓક્શનમાં તેના પર પૈસાનો વરસાદ થઇ શકે છે. મેગા ઓક્શનમાં બંને નવી ટીમો પણ એજાઝ પટેલને ટીમમાં સામેલ કરવા માગશે.

આરસીબી દ્વારા જાહેર કરાયેલા રીટેન્શન લિસ્ટમાં ત્રણ ખેલાડીઓના નામ આપવામાં આવ્યા છે. સૌથી વધારે અનુભવ ધરાવતો ખેલાડી વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. જ્યારે બીજા નંબર પર ગ્લેન મેક્સવેલને 11 કરોડ રૂપિયામાં પસંદ કરાયો છે. આ સિવાય ત્રીજા નંબર પર મોહમ્મદ સિરાજની પસંદગી કરવામાં આવી છે. આરસીબી દ્વારા કોઇ સ્પીનરને રિટેન કરવામાં આવ્યો નથી. તેથી એજાઝ પટેલ ખૂબ જ સારો સ્પીનર હોવાને કારણે આરસીબી તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મહેનત કરશે.

મુંબઇ ઇન્ડિયન્સે ટોટલ 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. પાંચ વખત ખિતાબ જીતનાર રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહને 12 કરોડમાં, સૂર્ય કુમાર યાદવને 8 કરોડ અને પોલાર્ડને 6 કરોડમાં રિટેન કર્યા છે. એજાઝ પટેલે હાલમાં જ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર 10 વિકેટ લીધી હતી. વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ઇન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ છે. મુંબઇ માટે આ ખેલાડી સ્પિનરોની અછત પૂરી કરી શકે છે.

આઇપીએલમાં આ વર્ષે અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો મેદાને ઉતરશે. CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી છે. અમદાવાદની ટીમ એજાઝ પટેલને ખરીદવા માટે પ્રયત્ન કરશે. એજાઝ પટેલ ડેથ ઓવરમાં ખૂબ જ ઘાતક બોલિંગ કરે છે. બંને નવી આવેલી ટીમો મેગા ઓક્શનમાં એજાઝ પટેલની પાછળ જઇ શકે છે.

મેગા ઓક્શનમાં એજાઝ પટેલની ખરીદીને લઇને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. બધી ટીમોની નજર આ ખેલાડી પર રહેશે. મૂળ ભારતનો આ ખેલાડી ભારતની સામે જ ખતરારૂપ બની ગયો છે. દરેક દિગ્ગજ ક્રિકેટરની નજર આ ખેલાડી પર રહેલી છે. મેગા ઓક્શનમાં આ ઘાતક ખેલાડી પર પૈસાનો વરસાદ થાય તેવું અનુમાન અત્યારથી જ લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *