ધોનીના બર્થ ડે પર રિયાના પરાગે આપી એવી ગિફ્ટ કે જે જોઇ તમે પણ થઇ જશો ખૂશ… – જુઓ વિડિયો
7 જુલાઈના રોજ એમ.એસ.ધોનીના બર્થ ડે પર રીયલ પરાગે ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રિયાન પરાગ એમ.એસ.ધોનીને પોતાના આઇડલ માને છે. રિયાન પરાગ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. તેણે ખાસ અંદાજમાં તેને પ્રિય બેટ્સમેન એમ.એસ.ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો 7 જુલાઈના રોજ 40મો જન્મદિવસ હતો. ત્યારે ઘણા બધા ક્રિકેટરોએ અને તેના ચાહકોએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર ખેલાડી રિયાન પરાગે ખૂબ જ ખાસ અંદાજમાં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
રિયાન પરાગે તે યાદગાર સિકસની નકલ કરી કે જે એમ.એસ.ધોનીએ 2011 વર્લ્ડ કપના ફાઇનલમાં ફટકારી હતી. ભારતે એમ.એસ.ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વિશ્વ કપ જીત્યો હતો. 2011માં જ્યારે ભારતે શ્રીલંકાને હરાવ્યું ત્યારે એમ.એસ.ધોનીએ વિજય સિકસ લગાવી હતી.
રીયલ પરાગે ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે તે સિક્સની નકલ કરી છે. આ રીતે રીયલ પરાગે એમ.એસ.ધોનીને તેના બર્થડેની શુભકામનાઓ આપી હતી. ધોની ભલે હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય. પરંતુ હજી પણ તે લોકોના દિલો પર રાજ કરે છે.
એમ.એસ.ધોની હજી પણ આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરે છે. આઈપીએલ 2020માં ચેન્નઇ સુપરકિંગ્સનું પ્રદર્શન ખૂબ જ સાધારણ જોવા મળ્યું હતું. તે ટોપ ફોરમાં પોતાનું સ્થાન પણ નહોતી બનાવી શકી. પરંતુ આઈપીએલ 2021ની અંદર તેણે વાપસી કરી હતી.
જુઓ વીડિયો :-
????#MSDhoni ? pic.twitter.com/vmNplzSN0H
— Riyan Parag (@ParagRiyan) July 7, 2021