આ ઘાતક ખેલાડી માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, કરિયર બચાવવા માટે મહત્વની સિરીઝ…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ હારી ગઈ છે. ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે પ્રથમ મેચમાં વિજય મેળવ્યો હતો પરંતુ બાકીની બંને મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સીરીઝનો પ્રારંભ થશે. આ સિરીઝમાં પણ ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
સાઉથ આફ્રિકા સામેની વનડે ટીમમાં ઘણા લાંબા સમય બાદ અનુભવી ખેલાડીઓને ફરી એકવાર તક આપવામાં આવી છે. ઇજાને કારણે અથવા ખરાબ ફોર્મના કારણે બહાર થયેલા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 19 જાન્યુઆરીના રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થશે.
ઘણા દિગ્ગજ ખેલાડીઓ માટે આ સિરીઝ ખુબ મહત્વની છે કારણ કે તેઓ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હોવા છતાં પણ તેઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીશું કે જે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના માટે આ સિરીઝ કરો યા મરો જેવી સ્થિતિ બની ચૂકી છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર છે. ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમ માટે મેચવિનર સાબિત થતો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી તે ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે. તે બેટ્સમેનોને આઉટ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. વિદેશી પ્રવાસમાં તેનો જાદુ ચાલી રહ્યો નથી. તે પોતાની બોલિંગથી વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોને ધ્રુજાવતો હતો.
આઈપીએલમાં પણ તે સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. સતત ફ્લોપ સાબિત થવાને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને આ વર્ષે જાળવી રાખ્યો નથી. છેલ્લા ઘણા સમયથી તેની બોલીંગમાં દમ દેખાઈ રહ્યો નથી છતાં પણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.
ભુવનેશ્વર કુમારે અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે 119 મેચોમાં 141 વિકેટો લીધી છે. આઈપીએલમાં 132 મેચમાં 142 વિકેટો ઝડપી છે. આ ઉપરાંત તે આઇપીએલ 2016 અને 2017માં પર્પલ કેપ વિનર પણ બની ચૂક્યો છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તે ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર ગયો હતો. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તેના માટે કરો યા મરો જેવી સ્થિતિ બની ચૂકી છે.