વનડે સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડી થયો કોરોના પોઝિટિવ…
હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ બંને ટીમો 1-1ની બરાબરીથી ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ હાલમાં કેપટાઉનમાં રમાઇ રહી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવશે.
બીસીસીઆઇ દ્વારા આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે અત્યારથી જ યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. આફ્રિકા સિરીઝ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હોવાને કારણે બહાર થયા છે. આવામાં સાઉથ આફ્રિકા પ્રવાસ મુશ્કેલથી પસાર થઇ શકે છે.
સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલાં જ તેના પર ખતરાના વાદળો છવાયા છે. ભારતીય ટીમનો એક સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. આ ખેલાડી વનડે સિરીઝ માટે તાજેતરમાં પસંદ કરવામાં આવ્યો છે. આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજામાંથી સાજા થયા બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ હવે કોરોનાને કારણે સિરીઝમાંથી બહાર થવાનો ખતરો છે. આફ્રિકા સામેની વનડે સિરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં આ ખેલાડી બહાર થઇ શકે છે.
22 વર્ષીય વોશિંગ્ટન સુંદરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આફ્રીકા પ્રવાસ પર જવાની શક્યતાઓ ઘણી ઓછી થઇ છે. રિપોર્ટ અનુસાર બુધવારે સવારે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવાની છે. ઇજાના કારણે સુંદર છેલ્લા દસ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેણે આ વનડે સિરીઝમાં વાપસી કરી હતી. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2021માં રમી હતી.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર પ્રથમ વનડે મેચ 19 જાન્યૂઆરીએ પાર્લમાં રમવા જવાની છે. ત્યાર પછી બીજી વનડે મેચ પણ 21 જાન્યુઆરીએ પાર્લમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ 23 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે. આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતનો ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર કોરોનાને કારણે બહાર થયો છે.