ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ ગુજરાતી ખેલાડી કોરોના સંક્રમિત થતા સમગ્ર સિરીઝમાંથી થયો બહાર..

આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની વન-ડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીના રોજ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાશે.

બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની આ સિરીઝમાં વાપસી થવાની છે. રોહિત શર્માએ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને સામેલ કર્યા છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને ઘણા મોટા ઝટકા લાગ્યા છે. શિખર ધવન, શ્રેયસ ઐયર, નવદીપ સૈની મંગળવારના રોજ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. તેના સ્થાને મયંક અગ્રવાલ અને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલમાં આ ગુજરાતી ખેલાડી કોરોના સંક્રમિત થતા તે સિરીઝમાંથી બહાર થયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

રવિન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં સામેલ થયેલા ઘાતક ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત થયો છે. તેનો રિપોર્ટ કરતાં તે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ ઇન્ડિયાને આ પહેલા પણ ઘણા મોટા ઝટકા લાગ્યા હતા. આ ખેલાડી હાલમાં ઇન્ડિયાનો નંબર વન ઓલરાઉન્ડર ખેલાડી છે. પરંતુ હવે આ ખેલાડીને સિરીઝમાંથી બહાર જવું પડ્યું છે.

અક્ષર પટેલ તેની ઘાતક બોલિંગ ઉપરાંત બેટિંગ માટે પણ જાણીતો છે. ડેથ ઓવરમાં આ ખેલાડી ખૂબ જ ઘાતક સાબિત થાય છે. તે સફેદ બોલની ક્રિકેટમાં પોતાનું બેટ સારી રીતે ચલાવી શકે છે. ટીમ ઇન્ડિયા માટે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગમાં આ ખેલાડી ફિટ બેસે છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પરંતુ તાજેતરમાં કોરોનાને કારણે તે બહાર થયો છે.

આ ગુજરાતી ખેલાડી સમગ્ર વિશ્વમાં સફળ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે જાણીતો છે. તેણે આઇપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખેલાડીઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવશે. અમદાવાદમાં રમાનારી પ્રથમ વન-ડે મેચ ભારતની 1000મી વન-ડે મેચ છે. કોઇ પણ દેશની ટીમ આ રેકોર્ડ બનાવી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *