ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ ગુજરાતી ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાંથી થયો બહાર…
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે ત્રણેય મેચમાં જબરદસ્ત વિજય હાંસલ કર્યો છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ હવે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે બહાર રહ્યો હતો. લાંબા સમય બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તે કેપ્ટનશીપ કરતો નજરે આવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં વિજય મેળવ્યો છે. હવે 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ જોવા મળી છે. ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત અને કોરોના સંક્રમિત થવાને કારણે ટીમમાંથી બહાર થયા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ આ ગુજરાતી ખેલાડી સમગ્ર સિરીઝમાંથી બહાર થયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે અને શા કારણે બહાર થયો છે.
તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ગુજરાતી ખેલાડી અક્ષર પટેલ બહાર થયો છે. આ ખેલાડી એક પણ ટી-20 મેચમાં રમતો જોવા મળશે નહીં. ભારતીય ટીમમાં આ ખેલાડી એક મજબૂત ઓલરાઉન્ડર ખેલાડીનું સ્થાન ધરાવે છે. અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં તે તમામ જવાબદારીઓ સંભાળી શકે તેમ હતો.
છેલ્લા ઘણા સમયથી ઘણાં ભારતીય ખેલાડીઓ કોરોના સંક્રમિત થવાને કારણે ટીમમાંથી બહાર થયા છે. આવી સ્થિતિમાં ગુજરાતી ખેલાડી અક્ષર પટેલ તાજેતરમાં કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આવા કારણોસર તેને સમગ્ર સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ દરમિયાન શિખર ધવન, શ્રેયસ ઐયર, નવદીપ સૈની જેવા ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા.
અક્ષર પટેલ બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ માહેર છે. આ ખેલાડી ભારતીય મિડલ ઓર્ડરને સંભાળી શકે છે. આ ઉપરાંત સ્પિન બોલિંગ કરીને વિકેટ પણ ઝડપી શકે છે. ભારતીય ટીમમાં તેને એક સફળ ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવે છે. ઘણી મેચોમાં તે મેચવિનર સાબિત થયો છે. પરંતુ અચાનક કોરોના થવાને કારણે તે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચો રમી શકશે નહીં.