ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, શ્રીલંકા સિરીઝ શરૂ થાય તે પહેલાં જ આ ઘાતક ખેલાડી થયો બહાર…

હાલમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ ઉપરાંત 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ ઉપરાંત બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. રોહિત શર્મા આ જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી શકે છે.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી સિરીઝ શરૂ થાય તે પહેલાં જ બહાર થયો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો હતો. તેથી શ્રીલંકા સામે તેની કમી વર્તાઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે પ્રથમ ટી-20 મેચ રમવાની છે. પરંતુ આ પહેલા ભારતીય ફાસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર સિરીઝમાંથી બહાર થયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં આ ખેલાડીને ઇજા થઇ હતી, જેના કારણે તે શરૂ મેચે બહાર થયો હતો. ઇજા ખૂબ ગંભીર હોવાને કારણે શ્રીલંકા સિરીઝમાંથી હાલમાં બહાર થયો છે.

દીપક ચહર વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તે પોતાની ઓવરનો છેલ્લો બોલ પણ ફેંકી શક્યો નહોતો. આવી રીતે ઇજાગ્રસ્ત થતાં ખેલાડીને મેદાન છોડવું પડ્યું હતું. તપાસ બાદ જણાવવામાં આવ્યું છે કે આ ખેલાડી 5 થી 6 અઠવાડિયા સુધી બહાર રહી શકે છે. આવી સ્થિતિમાં તે આઇપીએલમાંથી પણ બહાર થઇ શકે છે.

દીપક ચહર છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો હતો. આ ઉપરાંત તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં તક મળતા તેને સારું પ્રદર્શન કર્યું હતું. આવી રીતે અચાનક બહાર થતાં ભારતીય ટીમ એક સારા ઓલરાઉન્ડર ખેલાડીની કમી અનુભવશે. આ ઉપરાંત જો તે આઇપીએલ નહીં રમે તો ચેન્નઇ સુપરકિંગ્સને પણ મોટો ફટકો લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *