99% લોકોને ખબર જ નથી હોતી કે, ક્રિકેટમાં કોણ નક્કી કરે છે “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ, જાણો અહીં…

ઘણી બધી મેચોમાં આપણે પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે મેચ પૂર્ણ થયા બાદ ક્યાં ખેલાડીને “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ આપવામાં આવશે. પરંતુ મોટાભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે, આ “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ કોને આપવો તે પણ નક્કી કરે છે. તો ચાલો આપણે આ લેખમાં જોઈએ કે ક્રિકેટમાં “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ કોને આપવો તે કોણ નક્કી કરે છે.

મોટાભાગની મેચમાં જીતવા વાળી ટીમ તરફથી સૌથી વધારે રન બનાવનાર અથવા વિકેટ લેનાર ખેલાડીને “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ આપવામાં આવે છે. અમુક મામલામાં હારનાર ટીમના ખેલાડીને પણ “મેન ઓફ ધ મેચ” મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે “મેન ઓફ ધ મેચ” આપવાનો નિર્ણય કોણ નક્કી કરે છે.

તેમને જણાવી દઈએ કે, કોમેન્ટેટર સૌથી વધારે ધ્યાનપુર્વક મેચ જુએ છે. તેમની નજર સમગ્ર રમત પર હોય છે. આ લોકો પાસે રમતની સારી એવી જાણકારી પણ હોય છે. ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી મોટાભાગે પૂર્વ ખેલાડીઓ કરતા હોય છે. જેથી “મેન ઓફ ધ મેચ” માટે જે પેનલ બનાવવામાં આવે છે. તેમાં કોમેન્ટેટર તથા વરિષ્ઠ ખેલાડી હોય છે. આ લોકો પરસ્પર નક્કી કરીને અંતિમ રૂપથી નિર્ણય આપે છે.

કોમેન્ટેટર સિવાય મેચ રેફરી અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ પણ “મેન ઓફ ધ મેચ” પસંદગી કરનાર પેનલનો હિસ્સો હોય છે. ચેમ્પિયન ટ્રોફી અથવા વર્લ્ડકપ જેવી ઇવેન્ટમાં “મેન ઓફ ધ મેચ” નક્કી કરવા માટે એક મોટી પેનલ બનાવવામાં આવે છે. જેમાં મેચ રેફરી પણ સામેલ હોય છે. કોઈપણ મેચમાં “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ મેળવવો ખેલાડી માટે એક મોટી ઉપલબ્ધિ હોય છે.

તમને જણાવી દઈએ કે, ભારત તરફથી 463 મેચ રમનારા સચિન તેંડુલકરે વન-ડેમાં 86.23ની એવરેજ સાથે 18,426 રન બનાવેલ છે. આ દરમિયાન તેમણે 49 સેન્ચ્યુરી સહિત 96 અર્ધશતક પણ લગાવેલા છે. સચિન તેંડુલકરને 62 વખત “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ આપવામાં આવેલ છે.

જ્યારે ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો 200 મેચમાં આ ખેલાડીએ 51 સેન્ચ્યુરી અને 68 અર્ધશતકની મદદથી 15,921 રન બનાવેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરે 2000 થી પણ વધારે ચોગ્ગા લગાવનાર એકમાત્ર ખેલાડી છે. જેમણે ટેસ્ટ મેચમાં 2058 ચોગ્ગા લગાવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *