શિખર ધવન પર લાગી 8.25 કરોડની બોલી, આ ટીમે લગાવ્યો મોટો દાવ…
આઇપીએલ 2022ની શરૂઆત થાય તે પહેલા ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલા મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લાગી રહી છે. આ મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલવાનું છે. તમામ ટીમો ઘણા ખેલાડીઓ પર મોટી રકમ લગાવવા માટે આતુર છે. ટોટલ 10 ટીમો 600 ખેલાડી પર 561 કરોડો રૂપિયાનો દાવ લગાવવાની છે.
તાજેતરમાં બેંગ્લોરમાં ભવ્ય મેગા ઓક્શનની શરૂઆત થઇ છે. પ્રથમ રાઉન્ડમાં બેઝ કિંમત બે કરોડ હોય તેવા ખેલાડીઓની હરાજી થવા જઇ રહી છે. આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ માલામાલ થઇ શકે છે. તાજેતરમાં આ ભારતીય ખેલાડી ઉપર મોટી બોલી લાગી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ મોટી બોલી લગાવવામાં આવી છે શિખર ધવનને દ્વારા પંજાબ કિંગ્સ દ્વારા 8.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ખેલાડી તાજેતરમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.
આઇપીએલની વાત કરીએ તો શિખર ધવનનું પ્રદર્શન ખુબ જબરદસ્ત રહ્યું છે. આ ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો તરફથી રમી ચૂક્યો છે. આ ઉપરાંત આઇપીએલની 192 મેચોમાં 5784 રન બનાવ્યા છે. ડાબા હાથનો આ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. પંજાબ કિંગ્સ શિખર ધવન સિવાય કગિસો રબાડાને પણ ટીમમાં સામેલ કર્યો છે.
આઇપીએલની ગત સિઝનમાં શિખર ધવને દિલ્હી કેપિટલ્સ તરફથી આ ખેલાડીએ જબરદસ્ત કર્યું હતું. પરંતુ મર્યાદિત રીટેન્શન લિસ્ટ નિયમના કારણે ધવનને બહાર રાખવામાં આવ્યો હતો. તાજેતરમાં મેગા ઓક્શનમાં આ ખેલાડી પર 8.5 કરોડની બોલી લગાવીને પંજાબ કિંગ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે.