6,6,6,6,6,6,6,6,6… 181 બોલમાં 366 રન બનાવીને આ ઘાતક ખેલાડીએ રોહિત શર્માનું પત્તું કાપવાનો કર્યો દાવો…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચ તાજેતરમાં પૂર્ણ થઈ છે. બંને ટીમો હાલમાં આ સિરીઝમાં 1-1થી આગળ ચાલી રહી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. આ મેચ ઘણી મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે. બીજી તરફ હાલમાં બદલાવો અંગે એક અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ટીમની બેટિંગ લાઇન છેલ્લા ઘણા સમયથી લથડાતી જોવા મળી છે. પુજારા અને રહાણેના ગયા બાદ ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્માની વાત કરીએ તો તે બંને ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યો છે. હાલમાં બીજી ટેસ્ટ મેચમાં તેણે પ્રથમ દાવમાં 14 રન અને બીજા દાવમાં ફક્ત 13 રન બનાવ્યા હતા. તેના કારણે ઘણી મુશ્કેલી થઈ હતી. બીજી તરફ આ ખેલાડીએ હાલમાં 366 રન બનાવીને રોહિતનું પત્તું કાપવાનું દાવો કર્યો છે.

તાજેતરમાં ભારતીય ટીમના આ ઘાતક ખેલાડીએ 181 બોલમાં 366 રન બનાવ્યા છે અને ભારતીય ટીમમાં ઓપનિંગ કરવાનો દાવો કર્યો છે. હાલમાં તે સોશિયલ મીડિયા પર ચમક્યો છે. આ ઉપરાંત તેને આ મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે. તે ટૂંક સમયમાં જ ભારતીય ટીમમાં એન્ટ્રી કરતો જોવા મળશે તે નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે હૈદરાબાદ તરફથી રણજી ટ્રોફીમાં રમી રહેલ તન્મય અગ્રવાલે હાલમાં અરુણાચલ પ્રદેશ સામે 181 બોલમાં 366 રન બનાવ્યા છે. જેમાં તેણે 34 ફોર અને 26 ફટકારી હતી. ત્રેવડી સદી ફટકારીને તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેવાનું દાવો કર્યો છે. તે ઓપનિંગ કરવા ઈચ્છે છે. આ પહેલા પણ તે ઘણી વખત આવું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે.

તન્મય અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. ટૂંક સમયમાં તેને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય ઘણા યુવા ખેલાડીઓ પણ રોહિત પત્તું કાપવા માટે તૈયાર થયા છે. રોહિતની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં પણ તમામ ખેલાડીઓ પર ચાપતી નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *