6,6,6,6,6,6,6,6… માત્ર 33 બોલમાં 101 રન બનાવીને આ ખેલાડીએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ, રોહિત અને ગેલ જેવા ખેલાડીઓને છોડ્યા પાછળ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે 5 મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ તરત જ આઇપીએલ 2024ની શરૂઆત થવાની છે. આ ઉપરાંત આઇપીએલ બાદ તરત જ ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપ પહેલા હાલમાં વિશ્વની અલગ અલગ ટીમો તૈયારીઓ કરતી જોવા મળી છે. આ ઉપરાંત અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

વિશ્વ ક્રિકેટ જગતમાં અત્યાર સુધી ઘણા દિવસ ખેલાડીઓ ટી-20 ફોર્મેટમાં મોટા રેકોર્ડ રચી ચૂક્યા છે. સૌથી ઝડપી સદી ફટકારવાના નામે અત્યાર સુધી રોહિત અને ગેલ જેવા ખેલાડીઓ ખૂબ જ આગળ હતા પરંતુ હાલમાં ફરી એક વખત ઇતિહાસ રચાયો હોય તેવું કહી શકાય છે. તાજેતરમાં જ આ સુપર સ્ટાર ખેલાડીએ માત્ર 33 બોલમાં 101 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તાજેતરમાં મળેલ અહેવાલ અનુસાર માત્ર 22 વર્ષીય આ ઘાતક ખેલાડીએ તાજેતરમાં રોહિત અને ગેલ જેવા ખેલાડીઓને પાછળ છોડીને ટી-20 ઇન્ટરનેશનલ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારી છે અને આ રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર તે ચમકી ઉઠ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ સુપર સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે નામિબીયાનો સુપર સ્ટાર બેટ્સમેન જોન નિકોલે તાજેતરમાં નેપાળ સામેની મેચ દરમિયાન 33 બોલમાં પોતાના 100 રન પૂર્ણ કર્યા છે. જેમાં તેણે 8 સિક્સ અને 11 ફોર ફટકારી છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 280.56ની રહી છે. માત્ર 22 વર્ષની ઉંમરે તેણે આવું મોટું કાર્ય કર્યું છે. રોહિતની વાત કરીએ તો તેણે 35 બોલમાં સદી ફટકારી હતી. આ રેકોર્ડમાં હાલમાં તે પ્રથમ ક્રમે પહોંચ્યો છે.

જોન નિકોલ અત્યાર સુધી ઘણી સદી ફટકારી ચુક્યો છે. તે હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચમકી ઉઠ્યો છે. તે ટી-20 ફોર્મેટનો બાદશાહ બનશે તેવું લાગી રહ્યું છે. હાલમાં જ સમગ્ર અહેવાલ સામે આવતા ચાહકો જુમી ઉઠ્યા છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા નામિબીયા ટીમ માટે આ એક સારા સમાચાર ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *