6,6,6,6,6,6,6… 209 રન બનાવીને યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ શરૂ થયો છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા શરૂઆતથી જ દબદબો બનાવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળશે તે પણ નક્કી છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 364 રન પર રમી રહી છે. હજુ તેઓ મોટો સ્કોર બનાવી શકે છે. આ મેચમાં ભારતીય ટીમના ઘણા બેટ્સમેનો નિષ્ફળ રહ્યા પરંતુ ભારતીય સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેણે હાલમાં 209 રન ફટકારીને પોતાના નામે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

યશસ્વી જયસ્વાલ દ્વારા બીજી ટેસ્ટ મેચમાં 209 રન બનાવીને ઇતિહાસ રચવામાં આવ્યો છે. જેમાં તેણે 18 ફોર અને 7 સિક્સર ફટકારી છે. તે ફરી એક વખત સોશિયલ મીડિયામાં ચમકતો જોવા મળ્યો છે. તેણે હાલમાં જ આ મોટું કારનામું કરીને વિશ્વ લેવલે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો ચાલો આપણે તેના આ રેકોર્ડ પર એક નજર કરીએ અને જાણીએ કે તેણે કયું કારનામું કર્યું છે.

તમને જણાવી દઈએ કે યશસ્વીએ આજે 209 રન બનાવીને 22 વર્ષની ઉંમરે આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ટેસ્ટ ફોર્મેટમાં વર્ષ 2020 બાદ એક પણ ભારતીય ખેલાડીએ બેવડી સદી ફટકારી નહોતી. આજે તેણે આ મોટું કારનામું કર્યું છે. ભારતીય ટીમને દબાણ મળી સ્થિતિમાંથી બહાર કાઢી છે. તમામ ટોપ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા પરંતુ યશસ્વીએ છેલ્લે સુધી રમત રમી છે.

યશસ્વીના 209 રનના આધારે ભારતીય ટીમ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. હજુ પણ તે આગામી સમયમાં મોટો સ્કોર બનાવી શકે છે. ભારતીય ટીમ બીજી મેચ જીતીને ઇંગ્લેન્ડ સામે બરાબરી કરી શકે છે. આગામી ત્રીજી ચોથી અને પાંચમી મેચ પણ ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *