6,6,6,6,6,6,4,4… 63મી સદી ફટકારીને આ ગુજરાતી ખેલાડીએ શુભમન ગિલનું પત્તું કાપવાનો કર્યો દાવો…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ ત્રણેય દિવસો પૂર્ણ થયા છે અને હાલમાં ચોથા દિવસની શરૂઆત થઈ છે. ભારતીય ટીમની સ્થિતિ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. બંને ટીમો હજુ પણ મેચ જીતવાના પ્રયત્નો કરતી જોવા મળી છે. આ ઉપરાંત બીજી તરફ ભારતીય ટીમ માટે એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. તેઓએ ઘણા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. બીજી તરફ સારું પ્રદર્શન કરી રહેલ સિનિયર ખેલાડીઓને બહારનો રસ્તો પણ બતાવ્યો છે. આવી જ રીતે બહાર થયેલ ભારતીય ટીમના આ ખેલાડીએ હાલમાં ગુસ્સામાં 63મી સદી ફટકારી છે અને વાપસી કરવાનો દાવો કર્યો છે.

તાજેતરમાં આ સિનિયર બેટ્સમેને 105 બોલમાં 108 રન બનાવ્યા છે અને પોતાની 63મી સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે ગુસ્સામાં ગિલનું પત્તું કાપવાનો દાવો પણ કર્યો છે. તે ફરી એક વખત ભારતીય ટીમ માટે રમવા ઇચ્છે છે. કોઈ કારણ વગર જ હાલમાં તેને બહાર કરવામાં આવ્યો છે. હવે ફરી એક વખત તેની વાપસી થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતી સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારીએ ફરી એક વખત રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે. હાલમાં જ મણીપુર સામે રમીને તેણે 108 રન બનાવ્યા છે. આ ઉપરાંત રણજી ટ્રોફીની આ સિઝનમાં તેણે 750 થી ઉપર રન બનાવ્યા છે. તેના નામે અન્ય ઘણા રેકોર્ડ પણ છે. તે ભારતીય ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે પરંતુ હાલમાં તેને બહાર કરવામાં આવ્યો છે.

ચેતેશ્વર પુજારા છેલ્લે જૂન 2023માં ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચો રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ હજુ સુધી તેને સ્થાન મળ્યું નથી. રોહિત અને દ્રવિડે તેને બહારનો રસ્તો બતાવ્યો હોય તેવું કહી શકાય છે. હાલમાં તે વાપસી કરવા માટે સતત સદી ફટકારતો જોવા મળ્યો છે. ફરી એક વખત તેને ગિલના સ્થાને નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે તક આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *