6,6,6,6,4,4,4… 100 રન બનાવીને શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, પુજારાનો આ મોટો રેકોર્ડ કર્યો પોતાના નામે…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ બીજી મેચનો ત્રીજો દિવસ હાલમાં પૂર્ણ થવાનો છે. ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોના તમામ ખેલાડીઓ આ મેચ જીતવા માટે તનતોડ મહેનત કરતા જોવા મળ્યા છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળશે. હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડ પણ બન્યો છે.

બીજી ટેસ્ટ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો પ્રથમ દાવ પૂરું થયા બાદ ભારત પાસે 143 રનની મોટી લીડ હતી. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ 200+ રન બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમ હજુ પણ મોટો સ્કોર બનાવી શકે છે. આ મેચમાં રોહિત જેવા તમામ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા પરંતુ ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે જબરદસ્ત બેટિંગ કરીને એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે.

ગિલે શરૂઆતથી જ ટકી રહેવાનું નક્કી કર્યું હતું. તેણે 132 બોલમાં 100 રન પૂર્ણ કર્યા છે. જેમાં 11 ફોર અને 2 મોટી સિક્સર ફટકારી છે. આ સાથે જ તેણે ઇતિહાસ રચ્યો છે અને આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ચમકતો જોવા મળ્યો છે. આ એક મહત્વપૂર્ણ બાબત પણ ગણી શકાય છે. તો ચાલો આપણે તેના આ રેકોર્ડ પર એક નજર કરીએ અને માહિતી મેળવીએ.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધી ગિલ ઓપનર તરીકે જોવા મળતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી તે નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે. આવી રીતે નંબર ચેન્જ કરીને નાની ઉંમરે સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અત્યાર સુધી કોઈ ખેલાડી આ કારનામુ કરી શક્યો નથી. આ ઉપરાંત વર્ષ 2018 બાદ નંબર 3 પર બેટિંગ કરીને કોઈ ખેલાડીએ સદી ફટકારી નહોતી. જે ગિલે કરી બતાવ્યું છે.

ગીલની સદીના કારણે ભારતીય ટીમ ઘણી આગળ નીકળતી જોવા મળી છે. તેના કારણે ઘણો ફાયદો થયો છે. હજુ પણ તે આગામી સમયમાં ઘાતક બેટિંગ કરતો જોવા મળી શકે છે. હાલમાં અક્ષર સાથે તે ભાગીદારી કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ લાઇન ફરી એક વખત મજબૂત જોવા મળી છે. આ એક અગત્યની બાબત ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *