6,6,6,6,4,4,4… 90 રન બનાવીને ધ્રુવ ઝુરેલે રચ્યો ઇતિહાસ, આ વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાના નામે…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાંચી ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચનો ત્રીજો દિવસ હાલમાં શરૂ થયો હતો. ભારતીય ટીમે હાલમાં ત્રીજા દિવસે શાનદાર વાપસી કરી હોય તેવું કહી શકાય છે. આ મેચ ફરી એક વખત કટોકટીની સ્થિતિમાં આગળ વધી રહી છે. બીજી તરફ હાલમાં ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતીય બેટ્સમેન ધ્રુવ ઝુરેલે કમાલ કર્યો છે.

સમગ્ર મેચની ટુંકમાં વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 353 રન બનાવ્યા હતા. હાલમાં ભારતીય ટીમે 307 રન બનાવ્યા છે. હજુ પણ તેઓ 46 રનથી આગળ છે. આ મેચમાં આજે ત્રીજા દિવસે ધ્રુવ ઝુરેલે છેલ્લે સુધી ટકી રહેવાનું નક્કી કર્યું હતું. તેણે આજે 90 રન બનાવ્યા છે. શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો છે અને આ સાથે જ તેને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ધ્રુવ ઝુરેલે આજે 149 બોલમાં 90 રન બનાવ્યા છે. જેમાં 6 ફોર અને 4 મોટી સિક્સર ફટકારી છે. તેણે ઘણા ખેલાડીઓ સાથે ભાગીદારી કરી હતી. તેના કારણે જ ભારતીય ટીમ 300 રનની ઉપર પહોંચી છે. આ ઉપરાંત પોતાની ડેબ્યૂ સિરીઝમાં 90 રન બનાવીને તેને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તો ચાલો આપણે તેનાં આ રેકોર્ડ પર એક નજર કરીએ અને સમગ્ર માહિતી મેળવીએ.

તમને જણાવી દઈએ કે ધ્રુવ ઝુરેલે તાજેતરમાં પોતાની ડેબ્યુ સીરીઝમાં નંબર 7 પર આવીને 90 રન બનાવ્યા છે. નીચેના ક્રમ પર આવીને પોતાની પહેલી જ સીરીઝમાં આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. હજુ સુધી કોઈ ખેલાડી આવું કરી શક્યો નથી. આ ઉપરાંત તેણે 5 ભારતીય ખેલાડીઓ સાથે ભાગીદારી બનાવી છે. આ પણ એક મહત્વપૂર્ણ રેકોર્ડ ગણી શકાય છે. તે હાલમાં ચમકતો જોવા મળ્યો છે.

ધ્રુવ ઝુરેલને હાલમાં એક સોનેરી તક આપવામાં આવી હતી અને તે સફળ રહ્યો છે. તે હજુ પણ મોટા રેકોર્ડ બનાવી શકે છે. તેનામાં ઘણી આવડત રહેલી છે. ડોમેસ્ટિક ક્રિકેટ બાદ હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તેને તબાહી મચાવી છે. ભારતીય ટીમ હવે બીજા દાવમાં ઇંગ્લેન્ડની ટીમને ખૂબ જ ઓછા રને આઉટ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *