6,6,6,4,4,4… 404 રન ફટકારીને આ ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે રોહિતનું જ પત્તું કાપીને કરશે ઓપનિંગ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝ રમી રહી હતી. ત્રણ મેચોની આ સિરીઝ હાલમાં પૂર્ણ થઇ છે. ત્યારબાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝ બંને ટીમોના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ હાલમાં એક અન્ય બ્રેકિંગ ન્યુઝ પણ સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આગામી ટુર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ મજબૂત ટીમ બને તેવા પ્રયાસો થયા છે. બીજી તરફ યુવા ખેલાડીઓ હાલમાં ટીમ ઇન્ડિયામાં પ્રવેશ કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધડાધડ પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ આ સુપર સ્ટાર ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને રોહિતનું પત્તું કાપવાનું દાવો કર્યો છે.

તાજેતરમાં ભારતીય ટીમના આ ઘાતક ખેલાડીએ 404 રન બનાવ્યા છે. તેણે યુવરાજ જેવા ઘણા મોટા ખેલાડીઓનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધી કોઈ ખેલાડી આ સ્કોર સુધી પહોંચી શક્યો નથી. હવે આગામી સમયમાં તે રોહિતનું પત્તું કાપીને ભારતીય ટીમમાં ઓપનિંગ કરતો જોવા મળશે તે પણ નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કર્ણાટકના સ્ટાર બેટ્સમેન પ્રખર ચતુર્વેદીએ કર્ણાટક તરફથી રમીને 404 રન બનાવ્યા છે. તેણે યુવરાજનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તેણે અત્યાર સુધી 358 રનનો ઉચ્ચતમ સ્કોર બનાવ્યો હતો. ચતુર્વેદી પહેલેથી ઘાતક બેટિંગ માટે જાણીતો છે. આ મેચમાં તેણે 46 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી છે. તેના સારા દાવના કારણે તેઓને જીત પણ મળી છે.

પ્રખર ચતુર્વેદી હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. તે ટૂંક સમયમાં એન્ટ્રી કરશે તે પણ નક્કી છે. આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે. આવી જ રીતે અન્ય ઘણા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આગામી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને આઇપીએલમાં પણ ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *