(6,6,6) સતત 3 બોલમાં 3 સિક્સર ફટકારીને યશસ્વીએ મચાવી તબાહી…-જુઓ વિડિયો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચનો ચોથો દિવસ તાજેતરમાં શરૂ થયો છે. ભારતીય ટીમની સ્થિતિ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. આજનો દિવસ દરેક ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હાલમાં તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં જોવા મળ્યા છે. યશસ્વી જયસ્વાલે પણ તાજેતરમાં જબરદસ્ત શોટ ફટકાર્યો છે.

ત્રીજી મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારત પાસે 126 રનની લીડ હતી. હાલમાં ભારતીય ટીમ બીજા દાવ દરમિયાન 314 રન પર બેટિંગ કરી રહી છે. જેમાં સરફરાઝ અને ગીલ જવા ખેલાડીઓ શાનદાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં વાપસી કરેલ જયસ્વાલે પણ શાનદાર બાઉન્ડ્રીઓ ફટકારવાનું શરૂ કર્યું છે. જેમાં તેણે ઇંગ્લેન્ડની બોલિંગ સામે હાલમાં જબરદસ્ત સીક્સરો ફટકારી છે.

યશસ્વીએ 214 રન બનાવીને હાલમાં તબાહી મચાવી છે. હાલમાં જ તેણે 85 ઓવરમાં જેમ્સ એન્ડરસન સામે જબરદસ્ત સતત 3 સિક્સર ફટકારી છે. તેના શાનદાર શોટના કારણે પેવેલિયનમાં બેઠેલા ખેલાડીઓ પણ ચોકી ઉઠ્યા હતા. આ ઉપરાંત બોલરને પણ ઝટકો લાગ્યો હતો. ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થતો જોવા મળ્યો છે.

યશસ્વી ફરી એક વખત પોતાના શોર્ટના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. હાલમાં તે ઘણી સારી બેટીંગ કરી રહ્યો છે. ચાહકો પણ તેના વિડીયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગી રહ્યો હોય તેવું કહી શકાય છે.તો ચાલો આપણે પણ તેના આ વિડીયો પર એક નજર કરી અને માહિતી મેળવીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *