શ્રીલંકાના 3 ખેલાડીઓ 1 વર્ષ માટે થયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશો…
શ્રીલંકાએ હાલમાં જ ભારત સામેની ત્રણ મેચની ટી-20 સીરીઝ જીતી લીધી છે. મળતી માહિતી મુજબ, ત્યારબાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ત્રણ ખેલાડીઓ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ત્રણ ખેલાડીઓ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં.
આ ઉપરાંત, આ ખેલાડીઓ પર 25,000 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓ જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા ડરહમમાં કોવિડ સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા બાયો-બબલને તોડીને બહાર ફરતા નજરે આવ્યા હતા.
કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને ધનુષ્કા ગુણતીલકા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા ડરહમમાં બાયો-બબલ તોડીને બહાર ફરતા નજરે આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણેય ક્રિકેટરો પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને ગુનાતિલકા બાયો-બબલ તોડવા માટે દોષિત સાબિત થયા હતા. ત્રણેય ખેલાડીઓ બાયો-બબલ તોડીને ડરહામની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓનો વિડીયો એક ચાહકે બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયો જોયા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તેના વિશે ખબર પડી હતી.
જુઓ વીડિયો :-
Familiar faces in Durham tonight, enjoying their tour! Obviously not here to play cricket, this video was taken at 23.28 Sunday. Disappointing performance by these cricket players but not forgetting to enjoy their night at Durham. RIP #SrilankaCricket #KusalMendis #ENGvSL pic.twitter.com/eR15CWHMQx
— Nazeer Nisthar (@NazeerNisthar) June 28, 2021
ત્રણેય ખેલાડીઓ બાયો-બબલ તોડીને ડરહામની શેરીઓમાં ફરતા જડપાયા…
ત્યાર બાદ ત્રણેય ખેલાડીઓને તાત્કાલિક ઇંગ્લેન્ડથી શ્રીલંકા પાછા બોલાવવામાં આવ્યા હતા. ભારત સામેની વન-ડે અને ટી-20 સીરીઝ માંથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ત્રણેય ખેલાડીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય ખેલાડીઓને એક વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધા છે.
આ ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ લાગતા હવે તે ટી -20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયા હતા. કુસલ મેન્ડિસ, ડિકવેલા અને ગુણાતીલકા વગર શ્રીલંકાની ટીમે ભારત સામે ટી -20 સીરીઝ જીતી હતી. તેઓએ છેલ્લી ટી -20 મેચ 7 વિકેટથી જીતીને સીરીઝ 2-1થી જીતી લીધી હતી.