1 બોલમાં 6 રનની જરૂર હતી અને પછી થયું એવું કે… – જુઓ વીડિયો

આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે માત આપી છે. તમને જણાવી દઇએ કે, આ બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે.

આ મેચ એક સમયે રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી જ્યારે એક બોલમાં છ રનની જરૂર હતી. આરસીબીના યુવા બેટ્સમેન એસ ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઇપીએલ 2021 ની પોતાની લીગ રમતની છેલ્લી મેચમાં રોમાંચક જીત અપાવી હતી.

આ મેચમાં ભરતે 52 બોલમાં અણનમ 78 રન બનાવ્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 51 રન ફટકાર્યા હતા. જેના દમ પર આરસીબીએ 165 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. આ મેચમાં પણ એબી ડી વિલિયર્સનું બેટ શાંત રહ્યું હતું. તે આરસીબી માટે એક ચિંતાનો વિષય છે.

અંતિમ ઓવરની વાત કરીએ તો જીત માટે આરસીબીને 15 રનની જરૂર હતી, મેક્સવેલે છેલ્લી ઓવરની શરૂઆત બાઉન્ડ્રીથી કરી હતી પરંતુ ઝડપી બોલર આવેશ ખાને એક ઉત્તમ ડિલિવરી સાથે વાપસી કરી હતી. ત્યારબાદ આવેશ ખાને ભરતને એક બોલ નાખ્યો હતો. જેમાં ભરતે સિક્સ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ અને બેટ નો મિલાપ ન થતા આવેશ ખાન હસવા લાગ્યો હતો.

ઓવરના છેલ્લા બોલ પર છ રનની જરૂર હતી. ત્યારબાદ આવેશ ખાને એક વાઈડ બોલ પણ નાખ્યો હતો. જેના કારણે એક બોલ પર માત્ર પાંચ બાકી રહ્યા હતા. ઓવરનો છેલ્લો બોલ આવેશ ખાને ફુલટોસ બોલ નાખ્યો હતો જેને ભરતે બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *