નીતિન પટેલે ચીન અને કોરોના વિશે એવું તો શું કહી દીધું કે ત્યાં બેઠેલા તમામ લોકો હસવા લાગ્યા…
કોરોનાની બીજી લહેર શાંત થતાની સાથે જ ફરી એક વખત રાજકીય મેળાવડા શરૂ થઈ ગયા છે. ગઈકાલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાષણ આપ્યું હતું. તેમણે તેના ભાષણમાં ચીન અને કોરોના વિશે એક વાત કરી હતી. આ વાત સાંભળીને ત્યાં બેઠેલા તમામ લોકો હસવા લાગ્યા હતા.
તેમણે તેમના ભાષણમાં કહ્યું હતું કે “આ કોરોના ચીના જેવો છે અને ચીના કોરોના જેવા છે. ગમે ત્યારે ગમે તે કરે, એનો વિશ્વાસ ના કરાય”. તેના આ નિવેદન નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઉપરાંત તેમણે તેમના ભાષણમાં કોરોના સામે જાગૃત રહેવાની અપીલ કરી હતી.
કોરોનાવાયરસ ચીનથી ફેલાયો હતો. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર વિશ્વ સહિત ગુજરાત અને મહેસાણા જિલ્લાએ ઘણી ખુંવારી વેઠી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જનતાને માસ્ક પહેરવા અને સાચવવા માટે અપીલ કરી હતી. તેમણે લોકોને ટકોર કરતા કહ્યું કે, કોરોનાનો વિશ્વાસ કરાય એવો નથી.
નીતિન પટેલે તેમના ભાષણ દરમિયાન ચીનને આડે હાથે લીધું હતું. તેમણે કહ્યું કે, આ કોરોના ચીના જેવો છે અને ચીના કોરોના જેવો છે. ગમે ત્યારે ગમે તે કરે માટે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. માસ્ક પહેરજો અને સરકારની સૂચનાનું પાલન કરતા રહેજો.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોરોના સામેનું મોટામાં મોટું હથિયાર છે એ વેક્સિન લેવાનું ચૂકતા નહીં. કોરોનાના નવા કેસ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 41,506 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાવાયરસને કારણે 895 લોકોના મૃત્યુ થયા છે.