પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું રાજકીય ભવિષ્ય શું? જાણો તે કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે…

પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓમાં હાર્દિક પટેલ બાદ અલ્પેશ કથીરિયાનું નામ આવે છે. અલ્પેશ કથીરિયાને હાલમાં જ જામીન મળી છે. તે જેલમુક્ત થયા છે. ત્યારબાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે, તે રાજનીતિમાં જોડાશે.

આ સવાલ જ્યારે અલ્પેશ કથીરિયાને સોશિયલ મીડિયા પર પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે જવાબ આપતા કહ્યું હતું કે, પાસની મીટીંગ હશે અને તેમાં નિર્ણય લેવામાં આવશે કે તે રાજનીતિમાં આવશે કે નહીં. મહત્વનું છે કે, પાસના ઘણા બધા નેતાઓ અલગ-અલગ પાર્ટીઓ સાથે જોડાઈ ચુક્યા છે.

પાસના ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે. તેથી અલ્પેશ કથીરિયા પણ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ વધારે લાગી રહી છે. અલ્પેશ કથીરિયાનો સાથી મિત્ર ધાર્મિક માલવિયા પણ કોંગ્રેસ સાથે જોડાઇને ફરીથી પરત ફર્યો છે.

હવે મહત્વનું એ છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિનો મુખ્ય ચહેરો એટલે કે અલ્પેશ કથીરિયા કયા પક્ષ સાથે જોડાઇને પોતાનું રાજકીય ભવિષ્ય શોધે છે. તેના પર સૌની નજર છે. અલ્પેશ કથીરિયા ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

અલ્પેશ કથીરિયા પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. પાટીદાર સમાજના આગેવાનો અને સામાન્ય જનતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તે જોઈને પણ એવું લાગી રહ્યું છે કે, અલ્પેશ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ જો અલ્પેશ કથીરીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા તો તેને કયું પદ આપવામાં આવશે તે પણ મહત્વનું છે.

આમ આદમી પાર્ટી સુરતમાં ચૂંટણી જીત્યા બાદ સમગ્ર ગુજરાતમાં તેનો વ્યાપ વધી રહ્યો છે. જો અલ્પેશ આમ આદમી પાર્ટીમાં જોડાઈને તેના રાજકીય કરીયરની શરૂઆત કરવા માંગતો હોય તો તેની પાસે બે વિકલ્પ છે. વિધાનસભાની ચૂંટણીમાં તે વરાછા અથવા કામરેજ વિધાનસભાની બેઠક પરથી લડી શકે છે. કારણ કે આ બંને બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ વધારે છે.

આ ઉપરાંત અલ્પેશ કથિરીયા જો કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવવા ન માંગતો હોય તો તે પાટીદાર સમાજના નેતા તરીકે ની ભૂમિકા ભજવી શકે છે. અને તે પાટીદાર અનામત આંદોલન સાથે સંકડાયેલા કેટલાક મુદ્દાઓને ઉકેલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *