હવે મારે શું કહેવું, નફફટ થઇને… વિજય રૂપાણીના આ નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું…

સરકાર આજથી 9મી ઓગસ્ટ સુધી રોજ વિવિધ દિવસ ઉજવશે. આજે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આક્રમક ભાષણ આપ્યું હતું. સીએમ રૂપાણીએ પોતાના નિવેદનમાં અમિત ચાવડાને આડે હાથ લીધા હતા.

આજ રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલ જ્ઞાન શક્તિ દિવસ કાર્યક્રમની ઉજવણી બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમિત ચાવડાના સવાલનો જવાબ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

CM રૂપાણીએ પત્રકારો સાથે વાતચીતમાં હસતા હસતા કહ્યું હતું કે, ‘એમની ઘડીઓ ગણાઈ રહી છે એટલે નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે, મારે આમા શું કહેવું’ આ નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

આ પહેલા કોંગ્રેસના અમિત ચાવડા પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વરસ્યા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઘણા સમય પહેલા યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જબરદસ્ત હારને પગલે રાજીનામું આપ્યું હતું તો વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપ્યુ છે. આમ રાજીનામું આપ્યું હોવા છતાં કોંગ્રેસના હોદ્દા છોડતા નથી.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, પરિવારવાદમાં કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂંક પણ કરી શકતી નથી. મીડિયામાં રહેવા માટે કોંગ્રેસ આ પ્રકારના નિવેદનો આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *