આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પાર્કિંગના ટેન્ડરને લઈ કર્યો વિરોધ… – જુઓ વિડિયો

આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા પાર્કિંગના ટેન્ડરને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. પાર્કિંગના ટેન્ડરો બહાર પડ્યા વગર જ અંદરો અંદર પાસ કર્યા હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ, ભાજપ સરકાર ચોર છે ના નારા સાથે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે, અધિકારીઓ ટેન્ડર બહાર પાડ્યા વગર જ અંદરો અંદર તેમના સગા વ્હાલાઓને આપી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નગરસેવિકા પાયલબેન સાકરીયાનું કહેવું છે કે, પાર્કિંગના ટેન્ડર બહાર પડ્યા વગર જ પોતાના મળતિયાઓને ટેન્ડર આપી એસએમસીનું નુકસાન કરી અધિકારીઓ જનતા સાથે દ્રોહ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સક્રિય બનીને કાર્ય કરી રહ્યા છે. તેના કાર્યથી પ્રભાવિત થઈ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. તેમાં પણ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીએ જોડાઈને ચાર ચાંદ લગાવી દીધા છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *