આ કદાવર ખેડૂત નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું…
આમ આદમી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા દિગ્ગજ નેતાઓ જોડાઈ રહ્યા છે. શરૂઆતમાં ગોપાલ ઇટાલીયાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી ખુબજ સરસ કામ કરી રહી હતી. ત્યારબાદ આપમાં મહેશભાઈ સવાણી, પ્રવિણ રામ, ઈશુદાન ગઢવી જેવા અનેક નેતાઓ જોડાયા હતા.
સમગ્ર ગુજરાતની અંદર ખેતીના પ્રશ્નો વારંવાર આવતા હોય છે પરંતુ તેનો હાલ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેતી ના પ્રશ્નો માટે ઘણા બધા આગેવાનો લડતા હોય છે. તેમાંના એક નેતા સાગરભાઇ રબારી પણ છે. તેઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળીને આગળ રજૂઆત કરે છે.
સાગરભાઇ રબારી કે જે ખેડૂત નેતા છે. તે હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઇટાલીયા, મહેશભાઈ સવાણી, પ્રવીણ રામ અને ઈસુદાન ભાઈ ગઢવીની હાજરીમાં સાગરભાઇ રબારી ઓફિશિયલી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવી રીતે અચાનક લોકપ્રિય ખેડૂત નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા સમગ્ર રાજકારણમાં હોબાળો મચ્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈ દ્વારા તેઓનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સાગરભાઇ રબારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ઓફિસીયલી આપમાં જોડાયા. ઘણા બધા નેતાઓ પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે અને ઘણા બધા નેતાઓ ભવિષ્યમાં જોડાશે.
આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચુંટણીને લઈને કામ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે. દિવસેને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બનતી જાય છે.
અન્ય પાર્ટીના કદાવર નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. સુરતમાં જીત્યા બાદ સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જોવા મળે છે.