ભાજપના આ કદાવર પાટીદાર નેતાને ગુજરાત માંથી બહાર મોકલી દેવામાં આવ્યા, જાણો શું અપાઈ જવાબદારી…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના મનાતા અને છેલ્લા 20 વર્ષથી સંઘ અને ભાજપ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજનાર ભીખુ દલસાણિયાને ગુજરાત ભાજપ માંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે. તેની નિમણુંક બિહાર પ્રદેશના સંગઠન મહામંત્રી તરીકે કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ભીખુ દલસાણિયાને આ નવી જવાબદારી સોંપવાની જાણ કરી છે. જે. પી નડ્ડાએ જાણે નેતાઓની અદલા બદલી કરી હોય એવું લાગે છે. તમને જણાવી દઈએ કે, ભીખુ દલસાણિયાને ચૂંટણી લડવાનો પણ કોઇ અનુભવ નથી. પરંતુ ભાજપ અને સંઘના લોકો માટે ભીખુ દલસાણિયા મોટું નામ છે. તેઓ સંઘ અને ભાજપ સંગઠન વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવતા હતા.

હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી ભીખુ દલસાણિયાને હટાવીને બિહારના સહ-સંગઠન મંત્રી તરીકે કામ કરનારા ભાજપના રત્નાકરને ગુજરાતના મહામંત્રી બનાવાયા હતા. હવે ભીખુ દલસાણિયાને ગુજરાતથી બિહાર મોકલી દેવામાં આવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે જે. પી નડ્ડાએ નેતાઓની અદલા બદલી છે.

પીએમ મોદીના વિશ્વાસુ મનાતા ભીખુ દલસાણિયાને તાજેતરમાં ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી દુર કરવામાં આવ્યા હતા. પાટીદાર નેતાને મહામંત્રી પદેથી દુર કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. તે સમયે એવી ચર્ચા હતી કે દલસાણિયાને રાષ્ટ્રીય સ્તરે કોઇ મોટી જવાબદારી મળી શકે છે, પરંતું જે. પી. નડ્ડાએ અત્યારે તેમને બિહાર ભાજપના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપી દીધા છે.

ભીખુ દલસાણિયા હંમેશા વિવાદોથી દુર રહેનારા અને લો પ્રોફાઇલ વ્યકિતત્વ ધરાવનારા આ નેતાએ છેલ્લા બે દાયકામાં ગુજરાત ભાજપને મળેલી સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભીખુ દલસાણિયાની ભારે બોલબોલા હતી. પરંતુ હવે તેમને બિહાર ભાજપના પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભીખુ દલસાણિયા વચ્ચે શરૂઆતમાં થોડું અંતર હતું. પરંતુ તે પછી તેઓ વારંવાર સી.આર. પાટીલ સાથે નજરે પડતા હતા. પાટીલે એક વખત એમ પણ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ટિકીટ આપવી તે ભીખુ દલસાણિયા નક્કી કરશે.

પરંતુ હવે ભીખુ દલસાણિયાને બિહાર મુકી દેવામાં આવ્યા છે. જોકે એક વાત પહેલેથી જ નક્કી હતી કે લાંબા સમયથી એક પદ પર રહેલા નેતાઓને પદ પરથી દૂર કરી દેવાશે. પરંતુ ભીખુ દલસાણિયાને તો ગુજરાતથી જ દૂર કરી દેવાયા છે. ભીખુ દલસાણિયા પાટીદાર જ નહીં પરંતુ દરેક સમાજના લોકપ્રિય નેતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *