પાટીદાર અનામત આંદોલન પાર્ટ-2ને લઈને પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આપ્યા આ મોટા સંકેતો…

જેલમાંથી 4 મહિને છૂટ્યા બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્રની મુલાકાતે છે. આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ ફરી આંદોલનના સંકેત આપ્યા છે. આંદોલનને લઈ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, પાટીદાર સમાજની માગ નહી સ્વીકારાય તો આંદોલન ચાલુ જ રહેશે. શહીદના પરિવારોને સરકારી નોકરી અને યુવાનો પરના કેસ પર ખેંચવાની પાટીદાર સમાજ માંગ કરી રહ્યું છે.

પાટીદારો દ્વારા અનામત માટે થયેલા પાટીદાર આંદોલન પછી હવે ફરી એક વખત પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પાટીદાર આંદોલન-2 થશે. આ બાબતે PAAS અને SPGની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા અને SPGના પ્રમુખ લાલચ પટેલ વચ્ચે બેઠક મળી હતી.

આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન-2 શરૂ કરવા બાબતેની ચર્ચા અને રણનીતિ નક્કી કરવામાં આવી હતી. પાટીદાર આંદોલન સમયે કરવામાં આવેલી ઘણી માગણીઓ સ્વીકારવામાં આવી નહતી. આંદોલનમાં જીવ ગુમાવનાર યુવકોના પરિવારના સભ્યો માટે નોકરીની પણ માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આંદોલન સમય જે યુવકો સામે કેસ થયા છે તે પરત ખેંચવાની માગણી કરવામાં આવી છે.

આ બાબતે SPGના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, SPGમાં અમે દર મહીને અલગ-અલગ કાર્યક્રમો કરતા હોઈએ છીએ પણ જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે સરકારના પ્રતિનિધિ અમારી વાત સાંભળવા માટે બોલાવે છે. પછી જ્યારે ચૂંટણી પૂર્ણ થઇ જાય છે એટલે અમારી માગો, અમારા વાયદાઓ બધું બાજુમાં મૂકી દેવામાં આવે છે.

દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન પાર્ટ-1માં અમારી જે માગણી હતી. એના પછી પણ શિક્ષણ અને રોજગારીની જગ્યા પર અન્યાય થઇ રહ્યો છે. આ બાબતે અન્યાય દૂર કરવા માટે સંગઠનમાં અરજૂઆત થશે. જો રજૂઆત ગાંધીચિંધ્યા માર્ગે સાથે મળીને દરેક સામાજિક સંસ્થાની સાથે મળીને લડત લડશે.

પોલીસ કેસો ખેંચવાની વાત સરકારે કરી હતી, તેમાંથી ઘણા કેસ ખેંચાયા નથી. અમારા સહીદ પરિવારોને નોકરી આપવાની વાત કરવામાં આવી હતી. આજે ઘણી બધી યુનિવર્સીટીમાં પરીક્ષા લેવાયા છે ત્યારે EWSની જગ્યા રાખવામાં આવતી નથી.

આ ઉપરાંત સંગઠનને લઈને પણ ભાર આપવામાં આવશે. અમારું આંદોલન હિંસક નહતું. જે અત્યાચાર કરવામાં આવ્યો તેને લઇને હિંસા થઇ હતી. આંદોલનમાં ક્યારેય પણ હિંસાનો પ્રયાસ થયો નથી. GMDCમાં જે ઘટના બની તેના એક્શનનું રીએક્શન લોકોમાંથી આવ્યું તે સિવાય ક્યારેય પણ હિંસા થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *