અમિત શાહ અને શરદ પવારની બેઠક ચાલુ, વિપક્ષને લાગી શકે છે મોટો ઝટકો…

મંગળવારના રોજ સંસદના ચોમાસુ સત્ર થી અલગ નવી દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. મળતી માહિતી મુજબ, શરદ પવાર અને અમિત શાહ વચ્ચેની આ બેઠક મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ આવેલ પૂર અને ત્યારબાદ પેદા થયેલી સ્થિતિને લઈને કરવામાં આવેલ છે.

જો કે, આ બંને મોટા નેતાઓનું મળવું અનેક સંકેત આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શરદ પવારે ગત મહિને જ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે લગભગ એક કલાક ચર્ચા થઈ હતી. ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.

હવે જ્યારે શરદ પવાર અને અમિત શાહની મુલાકાત થઈ રહી છે. ત્યારે એકવાર ફરી મહારાષ્ટ્ર સહિત રાષ્ટ્રીય રાજનીતિને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. વળી મહત્વનું એ છે કે, શરદ પવાર અને અમિત શાહની આ મુલાકાત ત્યારે થઈ રહી છે. જ્યારે મંગળવારે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને નાસ્તા માટે બોલાવી હતી.

લગભગ 14 જેટલી પાર્ટીઓ રાહુલ ગાંધીના બોલાવવા પર ભેગી થઈ હતી. રાહુલ ગાંધીનો પ્રયત્ન છે કે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને એક કરવામાં આવે અને સરકારને ઘેરવામાં આવે. બ્રેકફાસ્ટ મિટિંગ બાદ વિપક્ષી દળોએ સંસદ સુધી સાયકલ માર્ચ પણ નીકાળી હતી.

બીજી તરફ મંગળવારના સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ સંસદ નથી ચાલવા દઈ રહ્યું. આ સંસદ, સંવિધાન, લોકશાહી અને દેશની જનતાનું અપમાન છે.

સંસદની કાર્યવાહી દરમિયાન એક કેબિનેટ મંત્રીથી પેપર ઝૂંટવી લેવા અને તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનના પાપડી ચાટ કોમેન્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, સંસદનું અપમાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *