BJP સાંસદનો મોટો ખુલાસો કહ્યું કે, સરકાર તો કહી જ રહી છે કે આવો મને ઘેરો, પરંતુ વિપક્ષ…
બીજેપીના લોકસભા સભ્ય એવા મનોજ તિવારીએ મંગળવારના રોજ એક ટીવી ચેનલ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકાર તો કહી જ રહી છે કે આવો મને ઘેરો, આવો ગૃહમાં વાત કરો, આખો દેશ સાંભળે, ચર્ચા કરો. પરંતુ આ કેવો ઘેરાવ છે, જેમાં શબ્દો જ નથી નીકળી રહ્યા, મુદ્દા જ નથી.
તિવારીએ વધુમાં કહ્યું કે, સરકાર અને વિપક્ષની વચ્ચે પેગાસસ જાસૂસી, મોંઘવારી, ખેડૂત આંદોલન જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં આજનો જે પ્રશ્નકાળ હતો. તેમાં 7 પ્રશ્નો ખેડૂતોના હતા. આ પ્રશ્નો પણ સાંભળવા માટે તૈયાર નહોતા. તે સમયે પણ વિપક્ષ નેતાઓ હોબાળો કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, સરકાર ભાગી નથી રહી. સરકાર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ફરાર છે. બિલ તો પાસ થશે. જનતાએ આશીર્વાદ આપ્યા છે નરેન્દ્ર મોદીને કામ કરવા માટે, રોકવા માટે થોડા આપ્યા છે.
વિપક્ષના સાંસદોના મોંઘવારી મુદ્દા પર સાયકલથી સંસદ આવવાના પ્રશ્ન પર તિવારીએ કહ્યું કે, આ ભલે સાયકલથી આવે અને નાસ્તો કરે. આ તમામનો ઉદ્દેશ દેશની પ્રગતિ રોકવાનો છે અને દેશની જનતા આમને જવાબ આપશે.
તિવારીએ વધુમાં કહ્યું કે, આ લોકો બિલને ચાટ પાપડી કહે છે, શું સંસદ ચાટ પાપડી છે. કરોડો લોકોએ ચૂંટીને મોકલ્યા છે. વિરોધ પક્ષ પાસે મુદ્દો નથી એ કારણે ચર્ચાથી ભાગી રહ્યું છે. અંતે તેણે કહ્યું કે, સાઈકલ પર આવો કે ટ્રેક્ટર પર આવો પરંતુ ચર્ચામાં ભાગ લો.