અહીંના CMએ કહ્યું, જો PM મોદી કહેશે તો હુ રાજીનામું આપી દઈશ…
મળતી માહિતી મુજબ કર્ણાટકના સીએમ હાલ તો પોતાના રાજીનામાની વાતને નકારી રહ્યા છે પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, તેમનું રાજીનામું ફાઇનલ કરી દેવામાં આવ્યું છે. હવે સવાલએ ઊભો થઈ રહ્યો છે કે શું વધુ એક સીએમ બદલશે ભાજપ.
વધુ એક રાજ્યમાં ભાજપ પોતાનો cm બદલે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રો મુજબ આ નિર્ણય પીએમ મોદી પર છોડવામાં આવ્યો છે. વૃદ્ધતા અને બીમારીનો હવાલો આપીને લઈ શકાય છે રાજીનામું. આ પહેલા ઉત્તરાખંડમાં પણ ભાજપના સીએમની બદલી કરવામાં આવી હતી.
મોદી સરકારની કેબિનેટમાં મોટા ફેરફારો થયા હતા. ત્યારબાદ ઉત્તરાખંડના સીએમ બદલી નાખવામાં આવ્યા હતા અને હવે કર્ણાટકના સીએમ બદલે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી હાલ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં પીએમ મોદીની મુલાકાત કરી અને તે બાદ આજે જેપી નડ્ડા સાથે પણ બેઠક કરવામાં આવી છે. મીડિયા અનુસાર જ્યાં સુધી ભાજપમાં કોઇ નવો ચહેરો નક્કી ન થાય ત્યાં સુધી તે પોતાના પદ પર રહેશે.
મળતી માહિતી મુજબ, સીએમ યેદીયુરપ્પાએ પોતાના રાજીનામાની વાત પીએમ મોદી પર નાખી છે. તેઓ કહી રહ્યા છે કે, જો પીએમ મોદી કહેશે તો હું રાજીનામું આપી દઈશ. રાજીનામાની વાત વિશે સીએમ યેદીયુરપ્પાએ કહ્યું કે, હું કશું જ નથી જાણતો જો તમને ખબર હોય તો મને જણાવી શકો છો.
કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે. જેના કારણે ભાજપ સામે પણ ઘણા સવાલો ઉઠ્યા છે. જેને કારણે રાજીનામાની વાતે વેગ પકડ્યો છે. કર્ણાટક સરકારમાં અંદરોઅંદર પણ ઘણા વિવાદો વધી રહ્યા છે.