BJP નેતાએ રાજ કુન્દ્રા પર લગાવ્યો મોટો આરોપ કહ્યું કે, તેણે શિલ્પાના નામનો ઉપયોગ કરીને…

રાજ કુન્દ્રા કેસમાં દરરોજ નવા નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે આજે મુંબઇ BJP પ્રવક્તાએ રાજ કુન્દ્રા વિશે નિવેદન આપ્યું છે. તેણે આ નિવેદનમાં રાજ કુન્દ્રાને છેતરપિંડી કરનાર ગણાવ્યો છે.

મુંબઈ બીજેપીના પ્રવક્તા અને ધારાસભ્ય રામ કદમે પોર્ન વીડિયો બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવેલ રાજ કુન્દ્રા પર પ્રહાર કરતા હજારો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

BJP નેતા રામ કદમે કહ્યું કે, નાગરિકોને મૂર્ખ બનાવીને લાખો રૂપિયા કમાતો હતો. તેણે વધુમાં કહ્યું કે, રાજ કુન્દ્રાએ ગરીબ લોકોને પણ ફસાવ્યા છે. ગોડ ગેમના નામ પર લોકો પાસેથી 30-30 લાખ રૂપિયા લીધા છે. અને તે પૈસા ક્યારેય તેણે પાછા નથી આપ્યા.

રામ કદમે વધુમાં કહ્યું કે, રાજ કુન્દ્રાએ તેની પત્નીના નામનો ઉપયોગ કર્યો છે. દેશના લોકોને મૂર્ખ બનાવ્યા છે. રાજ કુન્દ્રાએ 2500 થી 3000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. મહારાષ્ટ્રમાં ઘણા લોકો છે જે કુન્દ્રાની આ છેતરપિંડીનો શિકાર બન્યા છે.

જ્યારે લોકો તેમના પૈસા પાછા માગવા માટે ગયા ત્યારે તેમને માર માર્યો અને કુન્દ્રા વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ પણ દાખલ થઇ નહોતી. આ ગડબડ વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી છે.

રામ કદમે પોલીસ વિભાગ પર પણ સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે લોકો કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમણે ફરિયાદ ફાઇલ કરવાથી ઇન્કાર કરી દીધો હતો. જેથી પોલીસ વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *