BJP નેતા ચૂંટણી જીત્યા પછી પહેલીવાર ગામમાં દેખાયા, નારાજ ગ્રામીણોએ તેની એવી હાલત કરી કે… – જુઓ વીડિયો

ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્યો ગાયબ જ થઈ જાય છે. પ્રજાના પ્રશ્ન અને સાંભળવા માટે કોઈ આવતું જ નથી. ત્યારે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશ માંથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના હાપુડના એક ગામમાં ભાજપના ધારાસભ્યને ગ્રામીણોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણી જગ્યાના ચાર વર્ષ બાદ ધારાસભ્ય ગામે પહોંચ્યા હતા. ત્યારે નાખુશ ગ્રામવાસીઓએ ધારાસભ્યને પાણીથી ભરેલા રસ્તા પર ચલાવ્યા. આ ઘટનાનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના હાપુડ જિલ્લાના ઢોલપુર ગામની છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ધારાસભ્ય કમલ સિંહ મલિક હાલના દિવસોમાં ગામની પદયાત્રા કરવા નિકળ્યા છે. બુધવારે તે ઢોલપુર પહોંચ્યા હતા.

ગામના લોકોનું કહેવું છે કે, છેલ્લા ચાર વર્ષમાં આ ગામમાં કોઈ પણ કામ થયું નથી. જયારે ગામમાં એક સભા ભરાઈ અને સંબોધન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉભા થયા ત્યારે ગામના લોકોએ ન સાંભળવાનું પણ સંભળાવી દીધું હતું. ત્યારબાદ ધારાસભ્યો શરમજનક સ્થિતિમાં મુકાતા પરત ફર્યા હતા.

ગ્રામ્યજનોએ વધુમાં કહ્યું કે, ઘણીવાર વિભાગીય અધિકારીઓને આ બાબતે ફરિયાદ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ધારાસભ્ય જેવા ઢોલપુર ગામે પહોંચ્યા કે તરત જ પ્રધાનપતિએ તેનો હાથ પકડી તેમને પાણીમાં ચલાવ્યા હતા.

આ તમામ ઘટના બાદ ધારાસભ્ય ડૉ. કમલ મલિકે કહ્યું કે, આ સંબંધમાં ખંડ વિકાસ અધિકારીને તરત જ સમસ્યાનો ઉકેલ લાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ગામના લોકોને કોઇ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *