કોંગ્રેસના કારનામાંથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું ટેન્શન વધ્યું…

દિલ્હી વિધાનસભામાં આજે સોમસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિધાનસભાની બહાર જોરદાર હંગામો શરૂ કર્યો હતો. કોંગ્રેસ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી આ ત્રણ મુદ્દે કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માંગી રહી છે.

કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોઈને આમ આદમી પાર્ટીનું ટેન્શન વધી ગયું છે. કોંગ્રેસ ઈચ્છે છે કે દિલ્હી સરકાર DTC બસ ખરીદવાનું કૌભાંડ, દિલ્હીમાં પીવાના પાણીની સમસ્યા અને મોંઘવારી પર જવાબ આપે.

કોંગ્રેસનું મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે પ્રદર્શન…

કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતાં કરતાં પોલીસ દ્વારા લગાડવામાં આવેલ બેરીકેડ પણ તોડી નાખ્યા હતા.

કેજરીવાલ સરકારનું વધ્યું ટેન્શન…

વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે હંગામો શરૂ થઈ ગયો છે. સંસદમાં ભાજપના ધારાસભ્ય ઓપી શર્માએ આપના ધારાસભ્યને પોતાની ઓકાતમાં રહે તેવી વાત કરી હતી. આ વાતનો પણ સખત વિરોધ થયો હતો.

આ ધટના બાદ સ્પીકરે ઓપી શર્માને માફી માંગવાનું કહ્યું હતું. પરંતુ તેમણે માફી માંગી નહીં. જેના કારણે તેમને એક દિવસ માટે સદનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *