પરેશ ધાનાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કર્યો અનોખો વિરોધ…

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અને મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પરેશ ધાનાણીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા.

પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ તમામ કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં જ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓએ ભાજપની રામધૂન બોલાવી હતી.

દેશમાં સતત વધતી મોંઘવારીના કારણે પોલીસ સ્ટેશનમાં આવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કવિતા બોલીને વિરોધ કર્યો હતો. પેટ્રોલ, ડીઝલ અને સતત વધતી જતી મોંઘવારીને લઈ કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી.

અમરેલી શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડથી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં કોંગ્રેસ દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

પોલીસ દ્વારા ચુસ્ત પ્રતિબંધો ગોઠવવામાં આવ્યા હતા. તેમ છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નારા લગાવી રહ્યા હતા કે “દારૂ સસ્તું તેલ મોંઘું” આવા નારા લગાવીને વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત જીવન જરૂરિયાત વસ્તુ ના પણ ભાવ સતત વધી રહી છે. જેને લઇ ધારાસભ્ય વીરજી ઠુંમર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેરની બજારોમાં સાઇકલ રેલી ચલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *